ડીસામાં સીટી સર્વે કચેરી ચાર્જમાં હોવાથી લોકોના કામ ખોરંભે, કાયમી સુપ્રિન્ટેન્ડેન્ટ મુકવા માંગ
પાલનપુર, 10 સપ્ટેમ્બર 2024, ડીસા શહેરમાં મિલકતોને લગતી કામગીરી સીટી સર્વે કચેરીમાં થાય છે. આ કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી સીટી સર્વે સુપ્રિટેનડેન્ટ મૂકવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા એક અધિકારી મુકાયા હતા, જે નિવૃત્ત થતા ફરીથી આ જગ્યા ખાલી પડી છે.પરિણામે આ કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને અનેક મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે આ કચેરીના સુપ્રિટેન્ડન્ટ નો ચાર્જ પાલનપુર થી આવતા અધિકારીને સોંપવામાં આવ્યો છે. જે પણ એક અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ડીસાની કચેરી ખાતે આવે છે. ક્યારેક મિટિંગમાં વ્યસ્તતા આવે તો ના પણ આવે. આમ અધિકારીની ગેરહાજરીના પરિણામે સીટી સર્વેની કચેરીની અનેક કામગીરી ખોરંભે ચડી ગઈ છે. આવી સ્થિતિમાં ડીસા સીટી સર્વે કચેરીમાં રુટીન નોંધો પાડવામાં ની કામગીરીને પણ અસર પહોંચતી હોય છે. કેટલાક પ્રકરણમાં શિરસ્તેદાર સિવાય સુપ્રીટેનડેન્ટને પ્રકરણ જોવાનું હોય છે, ત્યારે કામગીરીમાં ભારે વિલંબ થતો હોય છે. જ્યારે નવી શરતની કામગીરી હોય કે જમીન માપણી સહિત નાયબ કલેકટર કચેરીના હુકમના પ્રકરણો પણ આ કચેરીમાં આવતા હોય છે.
જેને લગતી કામગીરી પણ અટકી જવા જેવી સ્થિતિમાં છે. વળી સીટી સર્વે કચેરીમાં રાજપુર વિસ્તારની મિલકતોનું કામ પણ હવે જોડવામાં આવ્યું છે. જેથી આ કચેરીમાં કામગીરીનું ભારણ ખૂબ જ વધી જવા પામ્યું છે. જેના કારણે અરજદારોના કામ સમયસર થતા ન હોવાથી તેમનામાં નારાજગી પ્રસરી છે. કામગીરીના ભારણને ધ્યાને લઈને સીટી સર્વે કચેરીમાં પૂરતો સ્ટાફ અને કાયમી સુપ્રિટેન્ડેન્ટ ની જગ્યા ભરવી ખૂબ જ આવશ્યક બની છે. જેથી સરકારે વહેલી તકે આ જગ્યા ભરવા માટેની કાર્યવાહી હાથ કરવી જોઈએ તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચોઃમોડાસા પાસે પશુ ભરેલા ડાલાએ અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા, ત્રણ લોકોને ઈજા