CAGના અહેવાલને ટાંકીને કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર; માંગ્યો જવાબ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષી પાર્ટીઓ પર નિશાનો સાધ્યાના એક દિવસ પછી કોંગ્રેસે બુધવારે વિભિન્ન યોજનાઓ સાથે જોડાયેલી ગેરરીતિઓ પર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનર (CAG)ના રિપોર્ટનો હવાલો આપીને તેમના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યો છે.
દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં એક પ્રેસકોન્ફ્રન્સ દરમિયાન સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતાએ સાથ ઉદાહરણ આપ્યા, જેમાં કેગે જાહેર પ્રોજેક્ટના ખર્ચમાં વધારો અને જાહેર ભંડોળના બગાડ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
ધ હિંદુમાં છપાયેલા અહેવાલ અનુસાર, તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આ કૌભાંડોની તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. અમને લાગે છે કે આ કૌભાંડો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પષ્ટપણે જવાબદાર છે અને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ.
રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટેના મોટા પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ અંગે શ્રીનેટે જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો થયો હતો, ટેન્ડર પ્રક્રિયામાં ખામી હતી અને સલામતી સલાહકારોની નિમણૂક કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો-સોનિયા ગાંધી અને રાહુલના કહેવાથી કોંગ્રેસ અધ્યક્ષ પદ મળ્યુંઃ મલ્લિકાર્જુન ખડગે
તેમણે કહ્યું કે દિલ્હી-ગુડગાંવ બોર્ડર પર દ્વારકા એક્સપ્રેસ વેના કિસ્સામાં તેના બે કિલોમીટરના નિર્માણ માટેનો ખર્ચ લગભગ 18 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરે વધીને 250 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે પાંચ ટોલ પ્લાઝાના રેન્ડમ ઓડિટ પછી CAGએ શોધી કાઢ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સુધારેલા ચાર્જીસનો અમલ ન કરવાને કારણે રોડ યુઝર્સ પાસેથી ખોટી રીતે 132 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
તેમણે સવાલ ઉઠાવ્યો કે, આ ત્યારે છે જ્યારે માત્ર પાંચ ટોલ પ્લાઝાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. વિચારો જો આ દેશના દરેક ટોલ પ્લાઝાનું ઓડિટ કરવામાં આવે તો આ કૌભાંડનો સાર શું હશે?
આ પણ વાંચો-હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદે જનજીવનને કરી નાંખ્યું વેરવિખેર; 71 લોકોના મોત- ₹8000 કરોડનું નુકશાન
મુખ્ય સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતના ઓડિટનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસના નેતા શ્રીનાતે જણાવ્યું હતું કે યોજનાના 7.5 લાખ લાભાર્થીઓ એક મોબાઇલ ફોન નંબર સાથે નોંધાયેલા હતા અને 88,670 મૃત લોકો પાછળ 6.69 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
શ્રીનેતે ખામીયુક્ત એન્જિન ડિઝાઇન પરના CAGના અહેવાલને પણ ટાંક્યો હતો જેના કારણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રૂ. 159 કરોડનું નુકસાન થયું હતું. અહેવાલના આધારે તેમણે સ્વચ્છ ભારત મિશન માટે હોર્ડિંગ્સ લગાવવા માટે અયોધ્યા વિકાસ પ્રોજેક્ટમાં અનિયમિતતા અને ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના પેન્શન ફંડના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું, ‘વાસ્તવિકતા એ છે કે આજે મીડિયા શાંત છે. કેગના રિપોર્ટ દ્વારા એક નહીં બે નહીં પરંતુ સાત કૌભાંડોનો પર્દાફાશ થયો છે અને વડાપ્રધાન મૌન છે.
આ પણ વાંચો-BREAKING:ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર અલગ, મિશન મૂન માટે આગામી 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ