ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ઈન્દોર-સુરત જેવાં શહેરો હવે સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકેઃ જાણો શું થયું?

  • આ વર્ષે 2,60,000 સ્થળોની સમયમર્યાદાની અંદર સફાઈ કરવામાં આવશે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: દેશમાં સ્વચ્છતા માટે શહેરો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને નવી દિશા આપતા, શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રાલયે ‘ગોલ્ડન સિટી ક્લબ’ના રૂપમાં સ્પર્ધાની નવી શ્રેણી બનાવવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય સ્વચ્છતા રેન્કિંગમાં સતત ટોચ પર હોય તેવા શહેરોનું એક અલગ ગ્રુપ બનાવીને અન્ય શહેરોની વચ્ચે સમાન સ્તરનું ક્ષેત્ર બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, 7 વખતથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોર અને સુરત જેવા શહેરો વર્ષોથી સ્વચ્છતા રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવે છે અને તેમનું વર્ચસ્વ એટલું બધું છે કે શહેરો વચ્ચેની સ્વચ્છતા સ્પર્ધાનું પરિણામ એક રીતે પૂર્વનિર્ધારિત છે. આ સ્થિતિને દૂર કરવા માટે હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર મનોહર લાલે શુક્રવારે કહ્યું હતું કે, ગોલ્ડન સિટી ક્લબ કેટેગરી તમામ કેટેગરીમાં હશે અને તેમાં ફક્ત તે જ શહેરોનો સમાવેશ થશે જે ટોચના સ્થાને રહ્યા છે.

સ્વચ્છતા પખવાડામાં આટલા સ્થળોની સફાઈ

17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા પખવાડાને લગતી ઇવેન્ટ વિશે માહિતી આપતાં મનોહરલાલે કહ્યું કે, નવી સિસ્ટમમાં શહેરો માટે ગોલ્ડન સિટી ક્લબમાં આવવાનું અને પહેલાથી આ શ્રેણીમાં રહેલા શહેરને ખરાબ પ્રદર્શન પર સામાન્ય શ્રેણીમાં નાખવાની જોગવાઈ છે. મનોહરલાલે એમ પણ કહ્યું કે, આ વખતે સ્વચ્છતા પખવાડા દરમિયાન 2.60 લાખ સ્થળોને સાફ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ સ્થળોની સફાઈ એવી રીતે કરવામાં આવશે કે તે ચોક્કસ સમયમર્યાદામાં સ્વચ્છ દેખાય. આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ચાર લાખ ગામડાઓમાં ઘરોમાંથી કચરો ઉપાડવા માટે પાંચ લાખ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તમામ છ લાખ ગામડાઓમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દસ વર્ષમાં 3.4 કરોડ ઘરો બન્યા ODF પ્લસ

પાટીલે કહ્યું કે, “સ્વચ્છતા અભિયાનના દસ વર્ષમાં ગામડાઓમાં 3.4 કરોડ ઘર ODF પ્લસ બન્યા છે. ODF અને ODF પ્લસ ગામોમાં પરિવારોએ આરોગ્ય ખર્ચમાં દર વર્ષે સરેરાશ 50,000 રૂપિયાની બચત કરી છે. WHOએ સ્વીકાર્યું છે કે, 2014ની સરખામણીમાં 2019માં ડાયરીયાને કારણે મૃત્યુ પામનારા લોકોમાં ત્રણ લાખનો ઘટાડો ખરેખર સ્વચ્છતા અભિયાનનું પરિણામ છે.”

આ પણ જૂઓ: હવે પોર્ટ બ્લેરનું નામ પણ બદલાયું, ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત, જાણો શું છે નવું નામ?

Back to top button