આગામી ત્રણ મહિનામાં ગોલ્ડ આ સ્તરે સ્પર્શશે!


નવી દિલ્હી, 21 માર્ચઃ છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રવર્તમાન સંજોગોને જોતા સિટી રિસર્ચ દ્વારા તંદુરસ્ત માગ અને ઊંચા એક્સચેંજ ટ્રેડેડ ફંડની માંગને જોતા આગામી ત્રણ મહિનામાં ઔંસદીઠ 3200 ડોલર સુધી સ્પર્શી શકે છે. જોકે અમેરિકામાં કડક ધિરાણ/સ્ટેગ્ફ્લેશનની દહેશતને કારણે હેજિંગ-રોકાણ માગને કારણે ગોલ્ડનો ભાવ વર્ષાંત સુધીમાં 3500 ડોલરને પણ સ્પર્શી શકે છે.
નોંધનીય છે કે ફુગાવાની ચિંતા, ફેડરલ રિઝર્વની નીતિઓ અને ભૌગોલિક રાજકીય તણાવને લીધે ગોલ્ડના ભાવમાં વધારો થયો છે. તાજેતરના સકારાત્મક ફુગાવાના ડેટા હોવા છતાં, બજારની વધઘટને કારણે સોનું આકર્ષક રહે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓને કારણે વેપાર યુદ્ધની આશંકા વધી ગઈ છે. તેનાથી સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડ વધુ મજબૂત બન્યું છે. ટ્રમ્પે યુરોપમાંથી વાઇનની આયાત પર 200% ટેરિફ લાદવાની ધમકી આપતા વૈશ્વિક વેપાર વિક્ષેપ અંગે ચિંતામાં વધારો થયો છે.
જ્યાં સુધી બજારની સ્થિતિમાં નાટ્યાત્મક ફેરફાર નહીં થાય ત્યાં સુધી ગોલ્ડના ભાવ વધતા રહેવાની શક્યતા છે. આવા નાટકીય ફેરફારોમાં ભૌગોલિક રાજકીય તણાવમાં ઘટાડો અથવા શેરબજારમાં સતત વૃદ્ધિનો સમાવેશ થાય છે.
શું તમારે હવે સોનામાં રોકાણ કરવું જોઈએ?
વિક્રમી ઊંચાઈએ પણ, ગોલ્ડ ફુગાવા સામે હેજિંગ અને પોર્ટફોલિયો વૈવિધ્યકરણ પ્રાપ્ત કરવાનો અસરકારક માર્ગ છે. જે રોકાણકારો તેમની સંપત્તિને શેરબજારની વધઘટ અને આર્થિક અનિશ્ચિતતાથી બચાવવા માગે છે તેઓ હજુ પણ તેમના પોર્ટફોલિયોમાં ગોલ્ડમાં રોકાણ સારુ હોવાનું માની શકે છે. નોંધનીય છે કે ટ્રેડર્સ ઊછાળે વેચવાલીની મનોવૃત્તિ ધરાવે છે ત્યારે ગોલ્ડમાં નાના મોટા ઘટાડા આવી શકે છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી સહિત 48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા, કર્ણાટકના મંત્રીના દાવાથી ખળભળાટ