અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ઠગોની ચૂંગાલમાં ફસાઈને કરોડો રૂપિયા ગુમાવનાર રોકાણકારોને CID ક્રાઈમે બોલાવ્યા

અમદાવાદ, 31 મે 2024, ઈમેજ ટુર્સ પ્રાઈવેટ લીમિટેડ અને એવર ગ્રો ઈન્વ.કંપનીમાં રોકાણ કરવાથી 4 થી 5 નફો આપવાની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયેલા કંપનીના 5 સંચાલકો સામે ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં રૂ.1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ છે. ત્યારે અગાઉ પણ આ પ્રકારો મોટા નફા આપવાની લાલચ આપીને રોકાણકારોના કરોડો રૂપિયા ખંખેરનાર ઠગબાજો સક્રિય થયાં હતાં. હવે CID ક્રાઈમે આ પ્રકારના કેસમાં જે રોકાણકારોએ પૈસા રોકીને નફો અને મુડી ગુમાવી છે તેમને જરૂરી દસ્તાવેજો સાથે પાંચ દિવસમાં સંપર્ક કરવા જણાવ્યું છે.

પાંચેક ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું
ગાંધીનગર ખાતેથી CID ક્રાઈમે એક પત્ર દ્વારા લોકોને જણાવ્યું છે કે,દાબેંક (DABANK) તથા સિસ્કીમ (SYSCOM) કંપનીના પ્રમોટર અખ્તર હસ્સેન મંડલ, દિપક મહાજન્, સંજીવ કટરે, હરીસિંહ સિસોદિયા નાઓ મેનેજમેન્ટ કમીટીના (NCIL) ના મેમ્બરોએ અવાર નવાર અમદાવાદમાં અલગ-અલગ હોટેલોમાં હોલ બુક કરાવી રોકાણકારોને નાણા પોતાની કંપની દાબેંક (DABANK) તથા સિસ્કોમ (SYSCOM)માં રોકાણ કરશો તો તેની સામે ખૂબ જ વધારે વળતર મળશે તેમ જણાવી કંપની કેવી રીતે કામ કરે છે કોને કેટલું વળતર મળેલ છે તેવી જાહેરાત કરી તેમજ ઓનલાઇન મીટીંગ થાય ત્યારે રાજેશ પાંડે તથા રાજેન્દ્ર પાલેવાલ તથા રાજકુમાર દાદ લોખંડે તેમજ રવિન્દ્ર દેશમુખે ઝૂમ તેમજ સ્કાઇપી વિગેરે એપ્લીકેશનમાં પોતાના ગૃપમાં મીટીંગ કરીને મેનેજમેન્ટના તેમજ કમીટીના મેમ્બરો જણાવીને રોકાણકારોને રોકેલ નાણા ઉપર આગળ જતા અમારી વન એપ (ONE APP) ઓનલાઇન શોપીંગ એપ્લીકેશન બનાવવામાં આવશે. જેમાં તમારી નીચે જે પ્રમાણે મેમ્બર હશે અને ઓનલાઈન ખરીદી થશે ત્યારે 4 થી 5 ટકા સુધીનું વળતર મળશે

રૂપિયા ગુમાવનાર લોકોને CID ક્રાઈમે બોલાવ્યા
જે રોકાણકારો કંપની દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પુરા કરે તો વિદેશ ટુરમાં લઈ જવામાં આવશે. તેમજ સોનુ તથા મોંઘી ગાડીઓ આપવામાં આવશે તેમ જણાવી વિનયભાઇ પ્રજાપતિ, ધ્રુવ પ્રજાપતિ અને અશોકભાઈ જોષી ગુજરાતમાં ટીમ લીડર તરીકે તેમજ કંપનીમાં કોર કમીટીના મેમ્બર હોવાથી ભેગા મળીને રોકાણકારોને રોકાણ કરેલ રૂપિયા ઉપર ખુબ જ વધારે પ્રમાણમાં વળતર મળશે અને રોકાણકારોએ રોકાણ કરેલ નાણાની કોઇપણ પ્રકારની સીક્યુરીટી આપ્યા વગર મેમ્બર બનાવી રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા, સેબી તથા અન્ય સક્ષમ ઓથોરીટીની મંજૂરી સિવાય આશરે 25થી ૩૦ કરોડ રૂપિયા ગુજરાત રાજય તથા દેશના અન્ય રાજ્યોના રોકાણકારો પાસેથી રોકાણ કરાવી તેમાંથી વ્યક્તિગત કમીશન મેળવી રોકાણકારોને રોકાણ કરેલ નાણાની સત્તાવાર રીસીપ્ટ આપ્યા વગર રોકાણકારોની ચેઇન લીંક બનાવી રોકાણ કરેલ નાણાનું ધંધામાં વધુ વળતર આપવાની લાલચે રોકાણ કરાવી લોકોના રોકેલ નાણા પરત નહીં આપી કંપનીના સંચાલકોએ ગ્રાહકોએ રોકાણ કરેલ નાણા અને વળતર પરત મળેલ ન હોય અને તેઓની સાથે છેતરપીંડી થયેલ હોય તેવા રોકાણકારોને CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાનો આગામી પાંચ દિવસમાં સંપર્ક કરવા માટે જણાવાયું છે.

આ પણ વાંચોઃCBIના નામે 250 લોકોને છેતર્યાઃ એપ્લિકેશનથી 700 કરોડનું ક્રીપ્ટો કરન્સી ટ્રાન્જેક્શન કર્યું

Back to top button