ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીવર્લ્ડવીડિયો સ્ટોરી

CIAની હાર્ટ એટેક ગન અને અંદર માછલીનું ઝેર: જાણો શું છે આ રહસ્ય ?

  • પિસ્તોલના હુમલાથી મૃતકના શરીર પર કોઈ નિશાન જોવા મળતા નહીં 

HD ન્યૂઝ ડેસ્ક, 17 મે: 49 વર્ષ પહેલા એટલે કે 1975માં અમેરિકાની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CIA)એ એક એવા ગુપ્ત હથિયારનો ખુલાસો કર્યો હતો જેણે તે સમયે દુનિયાને હચમચાવી દીધી હતી. આ ગુપ્ત હથિયારનું નામ ‘હાર્ટ એટેક ગન’ છે. આ પિસ્તોલથી ગોળીઓ નહીં પરંતુ ઝેરની ડાર્ટ નીકળતી હતી. જે  કોઈની હત્યા કરવા માટે મહાન હથિયાર સાબિત થતું હતું. જેમાંથી હુમલા સમયે ન તો અવાજ આવતો હતો, ન તો આગ નીકળતી હતી કે ન તો ધુમાડો નીકળતો હતો. પરંતુ CIAની આ ગુપ્ત પિસ્તોલમાંથી માત્ર બરફની સોય(ડાર્ટ) નીકળતી હતી. જેમાં માછલીનું ઝેર હતું. આ ડાર્ટ જેને પણ વાગતું હતું તેને હાર્ટ એટેક આવતો હતો અને દુશ્મન આરામથી મરી જતો હતો અને કોઈને શંકા પણ થશે નહીં. અમેરિકાના આ ગુપ્ત હથિયાર વિશે, જાણો…

જે વ્યક્તિને આ ઝેરી સોય વાગતી હતી તેને એમ જ લાગતું હતું કે તેને મચ્છર કરડ્યું છે. ઝેર નસોમાં થઈને સીધું હૃદય સુધી પહોંચી જતું હતું. હૃદય સુધી ઝેર પહોંચતાની સાથે જ તે કામ કરવાનું બંધ કરી દેતું હતું. ડાર્ટ વાગવાથી હાર્ટ એટેક આવતો અને વ્યક્તિ થોડી જ મિનિટોમાં મૃત્યુ પામતો હતો. જેથી આ  પિસ્તોલનું નામ હાર્ટ એટેક ગન(Heart Attack Gun) રાખવામાં આવ્યું હતું અને આ ગનના ઉપયોગથી મૃત્યુનો કોઈ પુરાવો પણ રહેતો ન હતો.

જુઓ, આ પિસ્તોલનો વીડિયો  

આ પિસ્તોલ વડે હુમલાથી મૃતકના શરીર પર એક નાનું-નાનું લાલ છિદ્ર દેખાઈ છે, જેમ કે મચ્છર કરડવાથી બને છે. તબીબી તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળતું હતું. જ્યારે CIA એજન્ટોએ તેનો ઉપયોગ હત્યા માટે કર્યો હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે CIAના ડાયરેક્ટર વિલિયમ કોલ્બીએ એક કમિટી સમક્ષ હાજર થવું પડ્યું. પછી તેણે આ પિસ્તોલ ત્યાં જાહેર કરી.

CIAના ડાયરેક્ટરે પોતે પિસ્તોલની વિગતો જાહેર કરી હતી

 

ડાયરેક્ટર વિલિયમ કોલ્બીએ આ બંદૂકની તમામ વિશેષતાઓ જણાવી. તેનો વિકાસ કેવી રીતે થયો તે પણ જણાવ્યું. તેના ફાયદા અને ગેરફાયદા પણ સમજાવ્યા સમજાવો. એટલું જ નહીં, તેમણે સમિતિના સભ્યોને પિસ્તોલ આપી અને કહ્યું કે, તમે તેનો ઉપયોગ જાતે કરી શકો છો. પરંતુ આજદિન સુધી એ જાણવા મળ્યું નથી કે આ સમિતિની બેઠક પછી હાર્ટ એટેક ગનનું શું થયું? પરંતુ હથિયારોના ઇતિહાસમાં, આ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું સૌથી ગુપ્ત હથિયાર હતું.

હાર્ટ એટેક ગનની સોયની અંદર શું હતું?

Heart Attack Gun
Heart Attack Gun

આ પિસ્તોલ બેટરીથી ચાલતી હતી. તેમાં વપરાયેલી સોય બરફમાંથી બનાવવામાં આવતી હતી. જેમાં છીપ(શેલફીશ)નું ઝેર ભરેલું હતું. ડાર્ટ મારતાની સાથે જ બરફની બનેલી સોય શરીરમાં પ્રવેશી જતી હતી. શરીરની ગરમીને કારણે સોય ઓગળી જતી અને તેની અંદર રહેલું છીપનું ઝેર નસો દ્વારા હૃદય સુધી પહોંચતું. જેના પછી તરત જ હાર્ટ એટેક આવતો હતો.

આ પણ જુઓ: પાણીના નળને પણ લોક લગાવ્યું જુઓ આ ગજબનો જુગાડ, જુઓ વાયરલ વીડિયો

Back to top button