Chunky Panday/ બોલિવૂડમાં પછડાયા તો બાંગ્લાદેશે અપનાવ્યા,તમામ ફિલ્મો સફળ સાબિત થઈ
મુંબઈ- 6 ઓગસ્ટ : 90ના દાયકામાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા કલાકારોએ રોમેન્ટિક હીરો તરીકે સિલ્વર સ્ક્રીન પર પોતાની પકડ મજબૂત કરી હતી. બીજી તરફ, સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા કલાકારોએ તેમના એક્શનથી લોકોનું દિલ જીતી રહ્યા હતા. સિવાય આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોમેડીમાં ગોવિંદાનું રાજ ચાલી રહ્યું હતુ. પણ આ બધાના તોફાનમાં ક્યાંક એ ચંકી પાંડે નામનો એક્ટર ખોવાઈ ગયો, જે એક્શન, કોમેડી અને રોમાન્સ સહિતની તમામ બાબતોમાં પારંગત હતો. હિન્દી સિનેમામાં સ્થાન ન મળતા ચંકીએ બાંગ્લાદેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું.
ચંકી પાંડે બાંગ્લાદેશ કેમ ગયો?
અત્યારે બાંગ્લાદેશમાં અનામતની આગ ભભૂકી રહી છે અને બદમાશો હંગામો મચાવી રહ્યા છે. ઘણા ભારતીય લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે અને તેઓ ભારત જવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ચંકી પાંડે જેવા ફિલ્મી કલાકારો બાંગ્લાદેશ જતા રહ્યાં હતા.
આ તે સમયની વાત છે જ્યારે ચંકી પાંડેને હિન્દી ફિલ્મોમાં તેની ઈચ્છા મુજબ કામ નહોતું મળ્યું ત્યારે તેણે ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનું નક્કી કર્યું અને કોઈ અન્ય સિનેમા જગતમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો અને તે માટે તેણે બાંગ્લાદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પસંદ કરી. આ અંગે ચંકીએ એક વખત એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે,’હું જે પ્રકારની ફિલ્મો શોધી રહ્યો હતો, તે પ્રકારનું કામ મને અહીં (બોલીવુડ) ન હતું મળી રહ્યું. મેં ઘણું ગુમાવ્યું હતું અને મારી હિંમત તૂટી રહી હતી. મારા મિત્રએ મને બાંગ્લાદેશમાં કામ કરવાની સલાહ આપી, તે પણ એવા સમયે જ્યારે મને પૈસાની સખત જરૂર હતી. મને ત્યાં સારા પૈસા મળતા હતા એટલે મેં ત્યાં કામ કરવાનું શરુ કર્યું. કહેવાય છે કે ત્યાંના લોકો ચંકીને સુપરસ્ટાર તરીકે પૂજવા લાગ્યા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશી સિનેમા જગતમાં તેમની સ્થિતિ અમિતાભ બચ્ચન જેવી થઈ ગઈ હતી. અભિનેતા સની દેઓલે પણ ‘ફૂલ અને પાત્થોર’ જેવી બાંગ્લાદેશી ફિલ્મોમાં કામ કર્યું છે.
બાંગ્લાદેશના સુપરસ્ટાર બની ગયા હતા ચંકી પાંડે
1987માં ફિલ્મ ‘આગ હી આગ’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર ચંકી પાંડેએ વર્ષ 1995માં પહેલીવાર બાંગ્લાદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રથમ બાંગ્લાદેશી ફિલ્મ ‘સ્વામી કેનો અશ્મી’ રીલિઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ. મુખ્ય અભિનેતા તરીકે, તેણે આ ઈન્ડસ્ટ્રીમાં 2-3 વર્ષમાં લગભગ 6 ફિલ્મોમાં કામ કર્યું અને કમાલની બાબત તો એ છે કે તેમની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ.
આખરી પાસ્તાના નામથી પ્રખ્યાત ચંકી પાંડે
ચંકી પાંડે અત્યારે બોલિવૂડ ફિલ્મોમાં કોમેડી ભૂમિકાઓ માટે જાણીતા છે. જોકે, ચંકીએ સાહો જેવી ફિલ્મમાં નેગેટિવ રોલ કરીને અભિનયનો ટેલેન્ટ બતાવ્યો હતો. પરંતુ આજે બધા તેને અક્ષય કુમારની કોમેડી ફિલ્મ હાઉસફુલના ‘આખરી પાસ્તા’ તરીકે ઓળખે છે અને પ્રેમ કરે છે.
આ પણ વાંચો : એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોવા છતા મુમતાઝ શમ્મી કપૂર સાથે કેમ લગ્ન ન કરી શકી? જણાવ્યું કારણ