ચૌધરી સમાજને અપમાનિત કરવાની પ્રવૃત્તિ કરનારને સમાજ ક્યારેય માફ નહિ કરે : મોંઘજી ચૌધરી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામમાં અર્બુદા સેના ગુજરાતના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ધરપકડના વિરોધમાં બાઈક રેલી અને મહાસંમેલન મળ્યું હતું. સમાજનું પ્રતિક પાઘડીની ઉપસ્થિતિમાં આયોજિત ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં ડીસા, ધાનેરા, થરાદ, વાવ અને કાંકરેજ સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ચૌધરી સમાજના આગેવાન અને મહિલા હાજર રહ્યા હતા. જેમાં આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ખોટા નિર્ણય કરી ચૌધરી સમાજને અપમાનિત કરવાની ખરાબ પ્રવૃત્તિ કરનારને સમાજ ક્યારે માફ નહિ કરે.
બનાસકાંઠાના પેછડાલ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું
ચૌધરી સમાજના આગેવાન વિપુલભાઈ ચૌધરીની ઝડપથી મુક્ત થાય તેવી લાગણી સાથે મળેલા મહાસંમેલન પહેલા સમાજની એકતા દર્શાવવા માટે વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. પમરું ગામેથી નીકળેલી રેલીમાં યુવાનોએ ‘ વિપુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવ્યા હતા. સભા સ્થળે આવેલી બાઈક રેલીમાં સન્માન પૂર્વક સમાજનું પ્રતિક પાઘડીને સંત શ્રી અને આગેવાનો સ્ટેજ પર લાવ્યા હતાં. પાઘડીનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું અને દીપ પ્રાગટ્ય કરી મહાસંમેલન શરૂ થયું હતું. અર્બુદા સેનાના એકતા રથ અત્યારે સમાજને સંગઠિત કરવા 1253 ગામોમાં ફરી રહ્યો છે
રેલીમાં હજારો બાઈક સવારો ‘જય અર્બુદા’ ના જયઘોષ સાથે જોડાયા
ત્યારે ચૌધરી સમાજ વર્ષોથી અલગ- અલગ જૂથોમાં વહેચાયલો હતો. વિપુલભાઇ ચૌધરીના એક વિચાર થકી અર્બુદા સેનાના મંચ હેઠળ એકત્રીત થયો છે. ત્યારે તેમની પર રાજકીય કિન્નાખોરી રાખીને ચૂંટણી સમય જે ધરપકડ કરવામાં આવી છે તે વ્યાજબી નથી. આવા ખોટા નિર્ણય કરી ચૌધરી સમાજને અપમાનિત કરવાની ખરાબ પ્રવૃત્તિ કરનારને સમાજ ક્યારે માફ નહિ કરે તેમ અર્બુદા સેનાના મહેસાણા જિલ્લાના પ્રમુખ મોઘજીભાઈ ચૌધરી કહ્યું હતું.
આ પણ વાંચો : પાટણ : સાંતલપુર પાસે બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પીએસઆઇનું કરુણ મોત