ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

છોટાઉદેપુર ભાજપના નેતા જાહેરમાં લથડીયા ખાતા જોવા મળ્યા, વીડિયો વાયરલ

Text To Speech

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક નેતા જાહેર કાર્યક્રમમાં લથડીયા ખાતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનો આ વાયરલ વીડિયોના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પ્રભારી મંત્રી નીમીશાબેન સુથાર સાથે હતા તો પણ ચિક્કાર પીને લથડીયા ખાતો વીડિયો વાયરલ થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એક કાર્યક્રમમાં નશો કરેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાના દ્રશ્યોએ વિવાદોનું વંટોળ ઉભું કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા, તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સ્ટેજ પર બેઠા હતા અને તેઓ નશો કરેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેણા કારણે તે લથડિયા ખાતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ વાતનો ખુલાસો જ્યારે ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પાસે માંગ્યો તો એમને નકારી દીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં રવિવારે કુલ 4.75 ઇંચ વરસાદ પડ્યો, સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં; કાંકરીયા ઝુની દિવાલનો ભાગ ધરાશાયી

રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક તર્કપૂર્વકનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો હકીકત કંઈક અલગ બતાવી રહ્યા છે. રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે સ્ટેજ પર છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત ચિક્કાર યોગ્ય હાલતમાં ન હતા અને ઝોકો મારી રહ્યા હતા.

Back to top button