ચોરવાડના યુવકની હત્યા હતી કે આત્મહત્યા? પોલીસે કર્યો ખુલાસો
- ચોરવાડ શહેરના 28 વર્ષીય યુવા નીતિન પરમારની હત્યા કે આત્મહત્યા, આ બાબતે પોલીસે ખુલાસો કર્યો છે
અહેવાલ: પરેશ વાઢીયા (માળીયા હાટીના — જૂનાગઢ): ચોરવાડમાં 28 વર્ષીય યુવકના અકુદરતી મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. ચોરવાડ પોલીસે મંગળવારે આ કેસ અંગે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ કેસ આપઘાતનો હોય એવું પ્રાથમિક તપાસમાં લાગે છે. પોલીસે આ સંદર્ભમાં કેટલાક સાંયોગિક પુરાવાની વાત કરી હતી.
માળીયા હાટીના તાલુકાના ચોરવાડ શહેરમાં બે દિવસ પહેલા બનેલા યુવાનનો આપઘાતના મામલામાં ખુલાસો સામે આવ્યો છે. મંગળવારે આવેલા ફોરેન્સિક રિપોર્ટમાં ગળાફાંસો ખાવાથી યુવકનું મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે, તેમજ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગળાફાંસો ખાતા પહેલા મૃતક દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને મૃતક નીતિન પરમારે આ સુસાઇડ નોટ તેની પત્નીને પણ વોટસએપમાં મોકલી હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે.
પોલીસે મૃતક અને તેમના પત્નીનો મોબાઈલ કબજે લઈ તપાસ હાથ ધરી:
પોલીસ દ્વારા મૃતક નીતિન પરમાર અને તેના પત્નીનો મોબાઇલ કબજે લઈ FSL તાપસ માં મોક્લવામાં આવ્યા છે. સુસાઇડ નોટ કે જેમાં ત્રણ નામનો ઉલ્લેખ કરાયો હતો જેની વધુ તપાસ ચોરવાડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
મૃતકે સુસાઈડ નોટમાં ઘારાસભ્યનો હાથ હોવાનું લખ્યું હતું:
માળીયા હાટીના તાલુકાના નાના એવા ચોરવાડ શહેરની બે દિવસ અગાઉ બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારને વિચારવા મજબુર કરી દીધો છે. એક તરફ યુવાનનો મૃતદેહ અને તેના ખીસામાંથી નીકળેલી સુસાઇડ નોટ કે જેમાં ત્રણ નામનો ઉલ્લેખ કરાયો હતો. આ ત્રણ નામમાં ગીર સોમનાથના ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
યુવકે લખ્યું હતું કે, હું અત્યારે ફાંસી ખાવ છું અને તેના જવાબદાર ત્રણ વ્યક્તિ છે. જેમાં વિમલ કાના ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય અને બીજા મનુભાઈ મકન કવા અને ત્રીજા ભનું મકન કવા જવાબદાર છે અને તેમના માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી હું ફાંસી ખાવ છું. તેમજ આ સુસાઇડ નોટ માં મૃતક ની 6 થી 7 સહીઓ પણ કરવામાં આવી છે.
જોકે, ઘારાસભ્યનું નામ આવતા તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ મને બદનામ કરવા માટેનું કોઈએ કાવતરું ઘડયું છે.’
સુસાઈડ નોટમાં ઘારસભ્યનું નામ આવતાં રાજકારણ પણ ગરમાયુ હતું. જેને લઈને પોલીસે તપાસ શરુ કરી હતી. ત્યારે આજે જામનગર હોસ્પિટલ થી PM રિપોર્ટ આવતા પોલીસે ખુલાસો કર્યો છે.
ચોરવાડના યુવકની હત્યા હતી કે આત્મહત્યા? પોલીસે કર્યો ખુલાસો#chorvad #YOUTH #CrimeNews #Police #speek #truth #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/dRG4Ui3MTT
— Hum Dekhenge News (@humdekhengenews) November 1, 2023
આ પણ વાંચો: ભારતમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતને કારણે 1.68 લાખથી વધુનાં મૃત્યુ