ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કોરિયોગ્રાફર જાની માસ્ટરની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, ગોવામાં પોલીસની કાર્યવાહી

Text To Speech
  • જાની માસ્ટરનું સાચું નામ શેખ જાની છે, ગોવામાં સાયબરાબાદ પોલીસે તેની ધરપકડ કરી

HD ન્યૂઝ ડેસ્ક, 19 સપ્ટેમ્બર: કોરિયોગ્રાફર જાની માસ્ટરની આજે ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. એક ભૂતપૂર્વ સાથીદારે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે કામ કરતી એક મહિલાએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જાની માસ્ટરનું સાચું નામ શેખ જાની છે. ગોવામાં સાયબરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ મળ્યા બાદ તેને હૈદરાબાદ લાવવામાં આવશે.

રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR નોંધવામાં આવી હતી

આ પહેલા હૈદરાબાદના રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં જાની માસ્ટર વિરુદ્ધ ઝીરો FIR નોંધવામાં આવી હતી. 21 વર્ષની મહિલા કોરિયોગ્રાફરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેણે ઘણી વખત તેનું યૌન શોષણ કર્યું હતું. જાની તાજેતરમાં જ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’માં ‘આય નહીં…’ કોરિયોગ્રાફ કરવા માટે ચર્ચામાં હતો.

થોડા મહિનાઓથી જાની માસ્ટર સાથે મળીને કામ કરી રહી હતી

ફરિયાદીના જણાવ્યા મુજબ, તે છેલ્લા કેટલાક મહિનાઓથી જાની માસ્ટર સાથે મળીને કામ કરતી હતી. આઉટડોર શૂટિંગ દરમિયાન માસ્ટરે તેની સાથે મારપીટ કરી હતી. મહિલાની ફરિયાદ બાદ ઝીરો FIR નોંધવામાં આવી હતી અને કેસ નરસિંગી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ‘જાની માસ્ટર’ પર દુષ્કર્મ, ફોજદારી ધાકધમકી અને સ્વેચ્છાએ વ્યક્તિને નુકસાન પહોંચાડવા સહિત IPCની અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જાની માસ્ટર પ્રખ્યાત કોરિયોગ્રાફર 

જાની માસ્ટર મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કોરિયોગ્રાફર છે. તેણે કન્નડ સિનેમામાં ઘણા શાનદાર ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. બોલિવૂડમાં, તેણે ફિલ્મ ‘જય હો’ ફિલ્મની ‘ફોટોકોપી’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ટાઇટલ ટ્રેક, ‘આજ કી રાત’ અને ‘લાલ પીલી અંખિયા’ અને ‘સ્ત્રી 2’ની ‘આય નહીં…’ની કોરિયોગ્રાફી કરી હતી.

આ પણ જૂઓ: ‘શું લોરેન્સ બિશ્નોઈને મોકલું?’ સલમાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી

Back to top button