ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં કોલેરાનો કહેર, ત્રણ મહિનામાં 60 કેસ સાથે 3 લોકોનાં મૃત્યુ થયા

Text To Speech
  • દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે
  • ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધુ કેસ સામે આવ્યા છે
  • તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે

ગુજરાતમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. જેમાં ત્રણ મહિનામાં 60 કેસ સાથે 3 લોકોનાં મૃત્યુ થયા છે. તેમજ ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધુ કેસ સામે આવ્યા છે. રાજકોટ, બનાસકાંઠા અને ગાંધીનગરના એક દર્દીએ દમ તોડયો છે. જેમાં દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, જાણો કયા છે અતિભારે વરસાદની આગાહી

દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે

ગુજરાતમા છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે જ્યારે બેથી ત્રણ જેટલા દર્દીનાં મોત થયા છે. દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આપ્યો હતો.

કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતાં હોય છે. કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે. સૂત્રો કહે છે કે, રાજ્યના કેટલાક શહેરી ક્ષેત્રોમાં જે તે વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે લોકલ બોડી સમક્ષ રજૂઆતો થઈ રહી છે, વડોદરામાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી.

Back to top button