ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

Chocolate Day: જાણો ચોકલેટ ખાવી હેલ્થ માટે કેમ છે ફાયદાકારક?

  • ડાર્ક ચોકલેટ બ્લડ શુગર લેવલ ઘટાડે છે
  • હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓથી શરીરને દૂર રાખે છે
  • ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે

થોડા પ્રમાણમાં ચોકલેટ ખાવી આરોગ્ય માટે સારી ગણાય છે. આજે (9 ફેબ્રુઆરી) વેલેન્ટાઈન વીકનો ચોકલેટ ડે (Chocolate Day) છે. આજના દિવસે દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને, પ્રિયજનને અથવા મિત્રોને ચોકલેટની ગિફ્ટ આપશે. તમે તમારી જાતને પણ ચોકલેટ ગિફ્ટ કરી શકો છો. જો તમે ચોકલેટ ડે (Chocolate Day)ની ઊજવણી કરવા ઈચ્છતા હો તો સામાન્ય ચોકલેટના બદલે ડાર્ક ચોકલેટ ખરીદો. તેના અનેક હેલ્થ બેનિફિટ્સ છે. ડાર્ક ચોકલેટ બ્લડ શુગર લેવલ ઘટાડે છે. હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓથી શરીરને દૂર રાખે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે. જાણો ડાર્ક ચોકલેટ ખાવાથી હેલથને અન્ય કયા ફાયદા થાય છે?

શેમાંથી બને છે ડાર્ક ચોકલેટ?

ડાર્ક ચોકલેટ કોકો બીન્સમાંથી બને છે. ડાર્ક ચોકલેટમાં મિલ્ક ચોકલેટ કરતાં 50 થી 90 ટકા વધુ કોકો સોલિડ્સ, કોકો બટર હોય છે. તેમાં આયરન, કોપર, ફ્લેવેનોલ્સ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Chocolate Day: જાણો ચોકલેટ ખાવી હેલ્થ માટે કેમ છે ફાયદાકારક? hum dekhenge news

હૃદય સ્વસ્થ રહે છે

યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. જો સંતુલિત માત્રામાં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે તો હૃદય માટે ફાયદાકારક છે.

ડિપ્રેશન દૂર થાય છે

ડાર્ક ચોકલેટ મૂડને સારો કરવામાં મદદરૂપ થઈ શકે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશન દૂર થાય છે. એક સંશોધનમાં ત્રણ દિવસ સુધી ડાર્ક ચોકલેટના સેવનથી કેટલાક લોકોમાં ડિપ્રેશનના લક્ષણોમાં સુધારો જોવા મળ્યો છે. સંશોધનોને આધારે ડાર્ક ચોકલેટને ડિપ્રેશનની સમસ્યામાં ઉપયોગી ગણી શકાય.

કોલેસ્ટ્રોલ માટે ઉપયોગી છે ડાર્ક ચોકલેટ

વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરવામાં પણ ડાર્ક ચોકલેટ ફાયદાકારક છે. સંશોધન દર્શાવે છે કે ઓછી ચરબીવાળા આહાર સાથે પ્લાન્ટ સ્ટીરોલ્સ અને કોકો ફ્લેવેનોલ્સ ધરાવતી ડાર્ક ચોકલેટનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ સાથે બ્લડ પ્રેશરમાં પણ તેના ઉપયોગથી સુધારો જોવા મળે છે.

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે

શરીરને રોગોથી બચાવવા અને તેને હેલ્ધી રાખવા માટે એન્ટિઑક્સિડન્ટ્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એન્ટિઑકિસડન્ટ કોષોને નુકસાનથી બચાવવા માટે મદદરૂપ છે. મોટાભાગના ફળો અને શાકભાજીમાં એન્ટીઑકિસડન્ટ ગુણ જોવા મળે છે. ડાર્ક ચોકલેટમાં એન્ટીઑકિસડન્ટ ગુણ પણ હોય છે. કોકોને એવા ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે, જેમાં એન્ટીઑકિસડન્ટની ઊંચી માત્રા જોવા મળે છે.

શરદી અને ફલૂથી બચાવે છે

બદલાતી ઋતુની સાથે નાના-મોટા રોગો પણ થાય છે. શરદી અને ફ્લૂ પણ તેમાંથી એક છે. આવી સ્થિતિમાં, શરદીથી બચવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકાય છે. ડાર્ક ચોકલેટમાં થિયોબ્રોમિન નામનો પદાર્થ હોય છે. આ પદાર્થ શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ પર અસરકારક રીતે કામ કરી શકે છે. આ રીતે ડાર્ક ચોકોલેટ શરદીમાં પણ ઉપયોગી છે.

Chocolate Day: જાણો ચોકલેટ ખાવી હેલ્થ માટે કેમ છે ફાયદાકારક? hum dekhenge news

એનર્જી આપે છે

ડાર્ક ચોકલેટ એનર્જી વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ડાર્ક ચોકલેટ સંબંધિત એક સંશોધનથી આ સ્પષ્ટ થયું છે. તમે જ્યારે થાક્યા હોય અને તમને લાગતું હોય કે તમે કોઈ કામ કરી શકવાના મુડમાં નથી. આવા સમયે જો તમે ડાર્ક ચોકલેટનો ટુકડો ખાઇ લેશો તો એનર્જી આવી જશે.

સ્કીન સુંદર બનાવે છે

ડાર્ક ચોકલેટ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ ફાયદાકારક છે. કોકોમાં રહેલા ડાયેટરી ફ્લેવોનોલ્સ ફોટો-પ્રોટેક્શન પ્રદાન કરે છે અને ત્વચામાં રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે. આ સિવાય ડાર્ક ચોકલેટ ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવી શકે છે. એટલું જ નહીં, ડાર્ક ચોકલેટ ત્વચા પર દેખાતી વૃદ્ધત્વની અસરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ડાર્ક ચોકલેટને એન્ટીએજિંગ કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે જરૂર કરતાં વધુ ડાર્ક ચોકલેટનું સેવન ટાળો કારણ કે તે ખીલ અને પિમ્પલ્સની સમસ્યા પણ પેદા કરી શકે છે.

હેલ્ધી હેર માટે

ડાર્ક ચોકલેટમાં વપરાતા કોકોમાં કોપર, ઝિંક અને આયર્ન જેવા ખનિજો મળી આવે છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત, એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ચોકલેટ ખાવાથી માથા સ્કીનમાં લોહીનો પ્રવાહ વધે છે, જે વાળને મજબૂત બનાવે છે .

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પહેલા WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, મળશે આ ખાસ સુવિધા

Back to top button