વાવાઝોડાની આફત વચ્ચે ગૂંજી કિલકારીઓ ! 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 680 બાળકોનો થયો જન્મ
બિપોરજોય વાવાઝોડું ગઈ કાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. વાવાઝોડુ આવે તે પહેલા જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામા આવી હતી. જેમાં સ્વાસ્થ્ય વિભાગની કામગીરી પણ વખાણવા લાયક રહી છે. વાવાઝોડાની આફત વચ્ચે રાજ્યના 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 680 બાળકોનો જન્મ થયો છે.
વાવાઝોડા વચ્ચે 680થી વધુ બાળકોએ લીધો જન્મ
બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લાઓને થઈ છે.ભારે વરસાદની સ્થિતિને જોતા જે સગર્ભા બહેનોના પ્રસૂતિના દિવસો આ સપ્તાહે હતા તેમનુ 12 જૂનની બપોરથી હોસ્પિટલાઈઝેશન શરૂ કરાયુ હતુ.જે બાદ વિતેલા 60 કલાકમાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાંથી સરકારી આરોગ્ય કેન્દ્રોમાં 680થી વધુ બાળકોએ જન્મ લીધો છે.
View this post on Instagram
સ્વાસ્થ્ય વિભાગની વખાણવા લાયક કામગીરી
વાવાઝોડુ દરિયાકાંઠે ટકરાય તે પહેલા જ તંત્ર દ્વારા સંભવિત પરિસ્થિતિે પહોંચી વળવા માટે તૈયારી કરી દીધી હતી.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આ અઠવાડિયામાં જે સગર્ભા બહેનોની પ્રસૂતિની તારીખો અપાઈ હતી તેવી બહેનોને 12મી જૂનને સોમવારે બપોરે ત્રણેક વાગ્યાથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવાની કામગીરી શરુ કરવામા આવી હતી. જેમાં 14 જૂન સુધી આ વિસ્તારમાંથી 1,171માંથી 1,131 સગર્ભા બહેનોને હોસ્પિટલાઈઝ કરી દેવામા આવી હતી.
તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરાયા
સ્વાસ્થ્ય વિભાગની ટીમની સફળ કામગીરીને કારણે વિતેલા 60 કલાકમાં 680 જેટલા બાળકોનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં 8900 થી વધુ બાળકો અને 1100 થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો : બિપરજોય વાવાઝોડાની અસરને પગલે રાજ્યભરમાં 18 જૂન સુધી 99 ટ્રેનો રદ