સેટ પર અપમાનિત થતા જ ચિંરજીવીએ ખાધી સુપરસ્ટાર બનવાની કસમ, શું કહ્યું વિજયને?


- ચિંરજીવીએ સેટ પર થયેલા અપમાનમાંથી એક ક્ષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે એ અપમાને તેની સુપર સ્ટાર બનવામાં મદદ કરી. જાણો તેણે વિજયને શું કહ્યુ?
1 એપ્રિલ, ચેન્નાઈઃ મેગા સ્ટાર ચિરંજીવી પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચિરંજીવીની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં અભિનેતાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે વિજય દેવરકોન્ડાને સ્ટારડમનું મહત્ત્વ સમજાવ્યું અને પોતાના શરૂઆતના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા. જાણો તેણે વિજયને શું કહ્યુ?ચિંરજીવીએ સેટ પર થયેલા અપમાનમાંથી એક ક્ષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે એ અપમાને તેની સુપર સ્ટાર બનવામાં મદદ કરી.
સુપરસ્ટારે કહ્યું, હું ઘણા જુનિયર કલાકારો ઉપરાંત જગૈયા અને શારદા જેવા અગ્રણી કલાકારો સાથે કામ કરતો હતો. એક દિવસ સેટ પર મારી પર બૂમો પાડવામાં આવી અને મને કહેવામાં આવ્યું કે ‘શું તમને લાગે છે કે તમે સુપરસ્ટાર છો?’. મને અપમાન જેવું લાગ્યું, મારી સાથે આ રીતે વાત કરવામાં આવે તે યોગ્ય ન હતું. આ એ દિવસ હતો જ્યારે મેં નક્કી કર્યું હતું કે હું સુપરસ્ટાર બનીશ. મેં મારી એ ઘટનાનો ઉપયોગ મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કર્યો. માત્ર હું જ જાણું છું કે આજે અહીં સુધી પહોંચવા માટે મેં કેટલી મહેનત કરી છે.
વિજય દેવરકોન્ડાની કરી પ્રશંસા
એક કાર્યક્રમ દરમિયાન ચિરંજીવીએ વિજયની પ્રશંસા કરી અને તેને હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાની સલાહ આપી. ચિરંજીવીએ એ સમયને યાદ કર્યો જ્યારે તેણે પહેલીવાર વિજયને અર્જુન રેડ્ડીના પ્રચાર દરમિયાન જોયો હતો. ચિરંજીવીએ કહ્યું કે મને તમારો વ્યવહાર ખૂબ ગમ્યો છે, એ કદી ન ગુમાવશો. તમારી દ્રષ્ટિને પણ જીવંત રાખજો, કેમકે તે તમારી પૂંજી છે. તમારી તાકાત જાણવી જરૂરી છે. એ જ વસ્તુએ મને આટલા વર્ષો સુધી સફળ બનાવી રાખ્યો.
આ પણ વાંચોઃ ટાઈગર શ્રોફે કર્યું અક્ષય કુમાર સાથે પ્રેન્ક, જુઓ વીડિયો