સાંસદ કંગના રણૌત સાથેના વાયરલ વીડિયો પર ચિરાગ પાસવાનનું રિએક્શન, જાણો શું કહ્યું?


- કંગના રણૌત સંસદ ભવનની સીડીઓ ચડી રહી હતી ત્યારે જ ચિરાગ પાસવાન તેને મળ્યા અને બંને એકબીજા સાથે વાતો કરતા હસતા હસતા સંસદ ભવનમાં પહોંચ્યા હતા
18 જુલાઈ, નવી દિલ્હીઃ કંગના રણૌત જ્યારથી રાજકારણમાં આવી છે ત્યારથી તે ચર્ચાઓમાં છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે તે સંસદ ભવનની સીડીઓ ચડી રહી હતી ત્યારે જ કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન તેને મળ્યા હતા, ત્યારબાદ બંને એકબીજા સાથે વાતો કરતા અને હસી મજાક કરતા કરતા સંસદ ભવનમાં પહોંચ્યાં હતાં. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી હતી.
#WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0
— ANI (@ANI) June 26, 2024
કંગના સાથેની દોસ્તી પર બોલ્યા ચિરાગ પાસવાન
એક સમય હતો જ્યારે ચિરાગ પાસવાને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેની પહેલી જ ફિલ્મ કંગના રણૌત સાથે આવી હતી. હવે બંને ઘણીવાર રાજકારણમાં પણ સાથે જોવા મળે છે. ચિરાગ પાસવાને આ વાયરલ વીડિયો અને કંગના સાથેની મિત્રતા વિશે ખુલીને વાત કરી છે.
ચિરાગ પાસવાને કંગનાને સંસદ ભવનમાં મળવાના વાયરલ વીડિયો વિશે કહ્યું કે, હું ખરેખર કંગનાને સંસદમાં મળવાની કોશિશ કરી રહ્યો હતો. કારણ કે હું છેલ્લા 2-3 વર્ષથી એટલો વ્યસ્ત હતો કે મારા બધા કનેક્શન્સ તુટી ગયા હતા.
કંગનાના નિવેદનો પર ચિરાગે શું કહ્યું?
શું ચિરાગ કંગનાને તેની સ્પીચ પર કોઈ ટિપ્સ આપવા ઈચ્છશે, તેની પર ચિરાગે હસીને કહ્યું કે તેને ટિપ્સની કોઈ જરૂર નથી. તેના નિવેદનો રાજકીય રીતે યોગ્ય છે કે નહીં તેની પર ચર્ચા થઈ શકે છે, પરંતુ આ તેની યૂએસપી છે અને આપણે બધા આ માટે જ તેને પસંદ કરીએ છીએ.
આ પણ વાંચોઃ ઉર્વશી રૌતેલાનો બાથરૂમ VIDEO લીક થયો? લોકોએ જાહેરમાં અભિનેત્રીની કરી ટીકા