સંસદ સંકુલમાં કો-સ્ટાર કંગના રણૌતને જોતા જ ખુશ થયા ચિરાગ પાસવાન, કર્યું સ્વાગત
- બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત પણ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી જીતીને સતત ચર્ચામાં છે. આ દરમિયાન કંગના રણૌતનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં તે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન સાથે સંસદ સંકુલમાં જોવા મળી રહી છે
7 જૂન, નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ મોદી સરકાર ફરી એકવાર સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીથી ચૂકી ગઈ હતી, પરંતુ NDAએ 293 બેઠકો જીતીને 272નો આંકડો પાર કરી લીધો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ફરીથી પીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે. બીજી તરફ બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત પણ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી જીતીને સતત ચર્ચામાં છે. આ દરમિયાન કંગના રણૌતનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં તે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન સાથે સંસદ સંકુલમાં જોવા મળી રહી છે. વીડિયોમાં ચિરાગ પાસવાન સંસદ સંકુલમાં હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારના બીજેપી સાંસદ કંગના રણૌતનું હસતાં હસતાં સ્વાગત કરે છે.
આવી હતી ચિરાગ પાસવાન અને કંગના રણૌતની મુલાકાત
ચિરાગ પાસવાન કંગનાને જોતાની સાથે જ તેને બૂમ પાડીને બોલાવે છે, તેને હાથ મિલાવે છે અને પછી તેને ગળે લગાવે છે. ત્યારબાદ બંને એકબીજા સાથે વાત પણ કરે છે. કંગના અને ચિરાગ પાસવાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં ચંદીગઢમાં અભિનેત્રી સાથે થયેલા થપ્પડકાંડની ઘટનામાં પણ ચિરાગ પાસવાને કંગનાને સમર્થન આપ્યું હતું. તેણે અભિનેત્રીને મજબૂત મહિલા કહીને ટેકો આપ્યો હતો.
VIDEO | Lok Janshakti Party (Ram Vilas) president Chirag Paswan (@iChiragPaswan) greets BJP MP from Himachal Pradesh's #Mandi Kangana Ranaut at Parliament complex.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/1GU1w2pJOz
— Press Trust of India (@PTI_News) June 7, 2024
અમે સંસદમાં ચોક્કસ સાથે જોવા મળીશું
દિલ્હીના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ પક્ષોના ટોચના નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો હતો. આ મીટિંગમાં હાજરી આપવા કંગના રણૌત અને ચિરાગ પાસવાન પણ પહોંચ્યા હતા. બેઠક પહેલા સંસદ પરિસરમાં ચિરાગ પાસવાન અને નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌત સંસદ સંકુલમાં મળ્યા, જ્યાં બંનેએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું. ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાન અને કંગના રણૌતની ઓળખાણ ઘણી જૂની છે. બંનેએ સાથે એક ફિલ્મ કરી હતી જેનું નામ હતું ‘મિલે ના મિલે હમ’. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. એટલું જ નહીં, ચિરાગ પાસવાને ચૂંટણી પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે કંગના રણૌત આ લોકસભા ચૂંટણી ચોક્કસપણે જીતશે. ભલે દર્શકોને અમારી જોડી ફિલ્મમાં ન પસંદ પડી હોય, પરંતુ અમે પાર્લામેન્ટમાં સાથે જરૂર દેખાઈશું.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના નેતા તરીકે ચૂંટાયા પછી કહ્યું…