વર્લ્ડ

અમેરિકામાં જોવા મળ્યાં ચીનના જાસૂસી બલૂન, પેન્ટાગોન થયું હાઇ એલર્ટ

અમેરિકન રક્ષા મંત્રાલયના મુખ્યમથક પેન્ટાગોન એ જણાવ્યું કે અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં એક શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું, જેનો આકાર “ત્રણ બસો” જેવો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના વિદેશ મંત્રી અંટની બ્લીંકેનની ચીનની યાત્રાના કેટલાક દિવસ પહેલા થઇ હતી. પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડીયર જનરલ પૈટ રાઈડરે ગુરુવારે પત્રકારોને કહ્યું,”અમેરિકન સરકારને એક જાસૂસી બલૂનની જાણકારી મળી છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. જે હજી પણ અમેરિકાના હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું છે. નોરડ (નોર્થ અમેરિકન એયરોસ્પેસ ડિફેન્સ કમાંડ) તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે તરત કાર્યવાહી

બ્રિગેડીયર જનરલ પૈટ રાઈડરે જણાવ્યું કે બલૂન ગુરુવારે મોંટાનામાં જોવા મળ્યું હતું અને તેનો આકાર “ત્રણ બસો સમાન” જણાવવામાં આવી રહ્યો છે. પૈટ રાઈડરે કહ્યું કે “બલૂન વિશે ખબર પડતા જ અમેરિકન સરકારે સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે તરત જ કાર્વાહી કરી.” તેઓએ જણાવ્યું કે બલૂન વાણિજ્યિક હવાઈ ક્ષેત્રથી ખૂબ જ ઉંચાઈ પર છે અને તેનાથી જમીન પરના લોકોને કોઈ ખતરો નથી.

આ પણ વાંચો:લોકસભા-રાજ્યસભામાં ગુંજ્યો અદાણીનો મુદ્દો 3 ફેબ્રુઆરી સુધી કાર્યવાહી સ્થગિત

ગુપ્ત માહિતી મેળવવાનો ઉદેશ્ય

એક વરિષ્ઠ રક્ષા અધિકારીએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ ઘટના વિશે માહિતી આપવામાં આવી છે. પેંટાગન એને પહોચી વળવા માટે તમામ વિકલ્પો પર ધ્યાન આપી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલી અને અમેરિકન ઉત્તરીય કમાન્ડના જનરલ ગ્લેન વૈનહર્કએ જમીન પરના લોકોની સુરક્ષાની સંભાવનાને જોતા “તરત કાર્યવાહી” કરવાનું કહ્યું છે. રક્ષા અધિકારીએ કહ્યું “અત્યાર સુધી અમને ખબર પડી છે કે બલૂનનો ઉપયોગ ખુફિયા માહિતી મેળવવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે. સંવેદનશીલ માહિતીઓને વિદેશીયોના હાથમાં આવતા રોકવા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.”

આ પણ વાંચો:ગૌતમ અદાણી પર હવે ભારતમાં પણ શરૂ થઈ મુશ્કેલી, જાણો શું આવી નવી આફત?

લડાકુ વિમાનોને બલૂનની તપાસ કરવા માટે ઉડાવવામાં આવ્યા

એક વરિષ્ઠ રક્ષા અધિકારીએ પત્રકારોને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનની વિનંતી પર, રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન અને ઉચ્ચ સેના અધિકારીઓએ બલૂનને નીચે પાડવા માટેનો વિચાર કર્યો પરંતુ આવું કરવાથી જમીન પર રહેલા લોકોને માટે ખતરરૂપ સાબિત થાત. અધિકારીએ કહ્યું કે બલૂનોએ અમેરિકાના ઉત્તર-પશ્ચિમમાં ઉડાન ભરી, ભૂગર્ભ મિસાઈલોમાં સંવેદનશીલ એરબેજ અને વ્યુહાત્મક મિસાઈલો છે. અધિકારીએ નામ નહી છાપવાની શરતે કહ્યું કે “સ્પષ્ટરૂપથી આ બલૂનનો ઉદેશ્ય જાસૂસી કરવાનો છે અને વર્તમાન ઉડાનમાર્ગ એને કોઈ સંવેદાનશીલ સ્થળ પર લઇ જઈ રહ્યું છે.” પરંતુ પેંટાગનને વિશ્વાસ નથી કે આ વિશેષરૂપથી ભયાનક ખુફિયા ખતરો છે. બાઈડેન દ્વારા એ પૂછવા પર કે આને પહોચી વળવા માટે શું વિકલ્પ છે. બુધવારે ફીલીપીંસમાં હાજર ઓસ્ટિનએ પેંટાગનના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. લડાકુ વિમાનને બલૂનની તપાસ કરવા માટે ઉડાવવામાં આવ્યા હતા, જયારે તે મોંટાનાથી ઉપર હતા. અધિકારીઓએ જણાવ્યું કે તે ખૂબ જ ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. જેનાથી ખાનગી વિમાનને ખતરો ન હતો. ચીને ભૂતકાળમાં પણ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા પર જાસૂસી બલૂન મોકલેલ છે.

આ પણ વાંચો:અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો, ગૃહિણીના બજેટ પર માર પડ્યો

Back to top button