ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગધર્મનેશનલમીડિયાવિશેષશ્રી રામ મંદિર

ચીનના વિદ્વાનોએ આપ્યા પ્રભુ શ્રી રામના અસ્તિત્વનાં પ્રમાણઃ જાણો શું કહ્યું?

બીજિંગ, 3 નવેમ્બર, 2024: ચીનના વિદ્વાનોએ પણ છેવટે પ્રભુ શ્રી રામના અસ્તિત્વના પ્રમાણોનો સ્વીકાર કર્યો છે, એટલું જ નહીં પરંતુ જાહેરમાં તેનો સ્વીકાર પણ કર્યો છે. ચીની વિદ્વાનોએ હિન્દુઓમાં પૂજાપાત્ર ભગવાન શ્રી રામના વાસ્તવિક અસ્તિત્વની પુષ્ટિ કરી છે. ચીનના વિદ્વાનોએ કહ્યું છે કે ચીન પાસે સદીઓથી બૌદ્ધ ધર્મગ્રંથોમાં છુપાયેલી રામાયણની વાર્તાઓના નિશાન છે, જે કદાચ પ્રથમ વખત દેશના ઇતિહાસમાં હિંદુ ધર્મનો પ્રભાવ પ્રકાશમાં લાવે છે.

શનિવારે ચીનની રાજધાની બીજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત “રામાયણ – અ ટાઇમલેસ ગાઇડ” સેમિનારમાં ધાર્મિક બાબતો પર લાંબા સમયથી સંશોધન કરનારા ઘણા ચાઇનીઝ વિદ્વાનોએ ઐતિહાસિક માર્ગો, જેના દ્વારા રામાયણ ચીન અને ચીનની સંસ્કૃતિ સુધી પહોંચી હતી અને લોકો પર અસર કરી હતી તે અંગે સ્પષ્ટ રજૂઆત કરી હતી. ચીનના વિદ્વાનોએ તેમના સંશોધન દરમિયાન ભગવાન શ્રી રામના પગના ચિહ્નો શોધી કાઢ્યા હોવાનો અધિકૃત રીતે દાવો કર્યો છે.

ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ એન્ડ એરિયા સ્ટડીઝના પ્રોફેસર અને ડીન આર્ટસ એન્ડ લિટરેચર ડૉ. જિયાંગ જિંગકુઈએ જણાવ્યું હતું કે, “ધાર્મિક અને બિનસાંપ્રદાયિક વિશ્વને જોડતા ધર્મગ્રંથ તરીકે રામાયણની અસર આ શોધથી વધુ પ્રભાવી થઈ છે. એટલું જ નહીં પરંતુ તેમાં વધારો થયો છે.” તેમણે કહ્યું, “ચીને આ મહાકાવ્યના ઘટકોને પણ અપનાવી લીધા છે, જેણે ચાઇનીઝ (બહુમતી) હાન સંસ્કૃતિમાં નિશાનો છોડ્યા છે એટલું નહીં પરંતુ ચાઇનીઝ ઝિઝાંગ (તિબેટીયન) સંસ્કૃતિમાં આત્મસાત થયા છે.”

ચીનમાં રામાયણને લગતી સૌથી પ્રાચીન સામગ્રી હાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં, મુખ્યત્વે બૌદ્ધ ગ્રંથો દ્વારા પહોંચી હતી. જો કે હાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં સંપૂર્ણ કાર્ય તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બૌદ્ધ હસ્તલિપીઓમાં થયેલા ઉલ્લેખ અંગે ચાઇનીઝ અનુવાદોને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, રામાયણ મહાકાવ્યના ભાગોને બૌદ્ધ ગ્રંથોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં “દશરથ અને હનુમાન જેવી મુખ્ય વ્યક્તિઓ કે જેમને બૌદ્ધ પાત્રો તરીકે ગણવામાં આવ્યા હતા”.

જિયાંગે કહ્યું, “રામાયણના વાસ્તવવાદનું પ્રસિદ્ધ ઉદાહરણ એ છે કે હનુમાનને વાનરોના રાજા તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે ક્લાસિક બૌદ્ધ નૈતિક કથાઓ સાથે ભળી ગયા હતા અને જેઓ બૌદ્ધ ઉપદેશોનું પાલન કરે છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજીસના પ્રોફેસર લિયુ જિયાને જણાવ્યું હતું કે, ચીની વિદ્વાનો સામાન્ય રીતે સંમત થાય છે કે સન વુકોંગ ભારતનું પાત્ર છે.

ચીનમાં રામના પગના નિશાન’ વિષય પર બોલતા સિચુઆન યુનિવર્સિટીના ચાઇના સાઉથ એશિયન સ્ટડીઝ સેન્ટરના ચીફ એક્સપર્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર ક્વિ યોંગહુઇએ તેમના પ્રેઝન્ટેશનમાં ક્વાંઝોઉના મ્યુઝિયમમાં વિવિધ હિંદુ દેવતાઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા. તેમણે ચીનના ફુજિયન પ્રાંતમાં હિંદુ પૂજારી દ્વારા સંચાલિત બૌદ્ધ મંદિરનો ફોટો પણ બતાવ્યો. “મુખ્યત્વે બૌદ્ધ ધર્મ દ્વારા જ ભારતીય સંસ્કૃતિએ ચીનમાં પગ જમાવ્યો. તેથી જ ભારત-ચીન સાંસ્કૃતિક સંબંધોના ઈતિહાસમાં હિંદુ ધર્મનું નગણ્ય સ્થાન છે.” તેમણે કહ્યું, “બહુપરિમાણીય ભારતીય સંસ્કૃતિ – બૌદ્ધ અને બિન-બૌદ્ધ બંનેએ ચીનની ધરતી પર તેની છાપ છોડી છે.”

આ પણ વાંચોઃ પવન કલ્યાણે સનાતન ધર્મના રક્ષણ માટે શરૂ કર્યું નવું અભિયાનઃ જાણો શું કહ્યું?

Back to top button