ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની
- યુવાનને ગળાના ભાગે કુલ 20 ટાંકા આવ્યા આવ્યા
- સુરતમાં લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઈ જવાયો
- અગાઉ પતંગની દોરીથી ગળું કપાતા યુવાનનો જીવ ગયો હતો
ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની છે. જેમાં સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર જતા યુવકને ગળામાં દોરી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં ગળું કપાઈ ગયું
લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેમને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા હતા. આ દરમિયાન યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે આ ઘટના બની હતી. શહેરના કતારગામ ગલેમંડી નજીક રહેતો રાકેશ પરમાર દુકાનેથી બાઈક પર ઘરે જતો હતો. આ દરમિયાન અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં ગળું કપાઈ ગયું હતું. તે લોહીલુહાણ થઇ જતા તેને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા તેમને ગળાના ભાગે કુલ 20 ટાંકા આવ્યા આવ્યા હતા.
અગાઉ પતંગની દોરીથી ગળું કપાતા યુવાનનો જીવ ગયો હતો
અગાઉ ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા