ટોપ ન્યૂઝવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીની રોકેટ તીયાનલોંગ-3 પરીક્ષણ દરમિયાન ક્રેશ, લોન્ચિંગ બાદ ગોંગી શહેરમાં પડ્યું

Text To Speech
  • સ્પેસ પાયોનિયરે નિવેદન જારી કરીને આપી માહિતી
  • એપ્રિલ 2023માં સ્પેસ પાયોનિયર્સે સફળતાપૂર્વક તીયાનલોંગ-2 રોકેટ લોન્ચ કર્યું હતું

બીજિંગ, 1 જુલાઈ, 2024 : ચીની રોકેટ તિયાનલોંગ-3 ગઈકાલે રવિવારે ગ્રાઉન્ડ ટેસ્ટ દરમિયાન લોન્ચ થયા બાદ ક્રેશ થયું હતું. એક રિપોર્ટ અનુસાર, રોકેટ લોન્ચિંગ કંપની સ્પેસ પાયોનિયરે પોતાનું નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

પહાડી વિસ્તારમાં રોકેટ પડ્યું

રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તિયાનલોંગ-3 રોકેટનો પ્રથમ તબક્કો માળખાકીય નિષ્ફળતાને કારણે તેના લોન્ચ પેડથી અલગ થઈ ગયો. જે બાદ મધ્ય ચીનમાં ગોંગી શહેરના પર્વતીય વિસ્તારમાં રોકેટ પડ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘો અનરાધાર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ

સ્પેસ પાયોનિયર એક વિશાળ રોકેટ મેન્યુફેક્ચરિંગ કંપની છે

સ્પેસ પાયોનિયર એ કોમર્શિયલ રોકેટ ક્ષેત્રની જાણીતી કંપની છે, જે લિક્વિડ-પ્રોપેલન્ટ રોકેટ બનાવવામાં નિષ્ણાત છે. સ્પેસ પાયોનિયર જેને બેઇજિંગ તિયાનબિંગ ટેકનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પેસ પાયોનિયરે એક નિવેદન બહાર પાડ્યું જે કહે છે કે રોકેટ બોડી અને ટેસ્ટ પ્લેટફોર્મ વચ્ચેનું જોડાણ નિષ્ફળ ગયું હતું, જેના કારણે પ્રથમ તબક્કાનું રોકેટ લોન્ચ પેડથી અલગ થઈ ગયું હતું.

તીયાનલોંગ-3 રોકેટ જે ગઈકાલે રવિવારે ક્રેશ થયું તે એક વિશાળ પ્રવાહી વાહક રોકેટ છે. તે ચીનના સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.એપ્રિલ 2023માં સ્પેસ પાયોનિયર્સે સફળતાપૂર્વક તેનું તીયાનલોંગ-2 રોકેટ લોન્ચ કર્યું, જે સીએનએનના જણાવ્યા અનુસાર પ્રવાહી વાહક રોકેટને ભ્રમણકક્ષામાં મોકલનાર ચીનનું પ્રથમ વ્યાપારી પ્રક્ષેપણ ઓપરેટર બન્યું હતું.

Back to top button