ટોપ ન્યૂઝહેલ્થ

ચાઈનીઝ રેસ્ટોરન્ટ મોમોઝ ખાવાની સ્પર્ધા રાખીને ફસાઈ; કાયદાનું થયું ઉલ્લંઘન

Text To Speech

હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: ચીનની એક રેસ્ટોરન્ટ જેણે સૌથી વધુ મોમોઝ ખાવાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું પરંતુ તે હવે મુશ્કેલીમાં ફસાઈ ગઇ છે.

એવું માનવામાં આવે છે કે આ સ્પર્ધાને કારણે ચીનમાં ખાદ્યપદાર્થોનો બગાડ રોકવા માટે બનાવવામાં આવેલા કાયદાનું ઉલ્લંઘન થયું હતું. હવે આ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

સ્પર્ધા દરમિયાન જે ઓછા સમયમાં 108 મસાલા ભરેલા મોમોઝ ખાય છે, તેને એક સમયનું મફત ભોજન અને ‘કિંગ ઓફ બિગ સ્ટમક’નું બિરુદ મળશે.

પરંતુ આ વાયરલ ચેલેન્જે લોકોને ‘કન્ફ્યુઝ’ કરી દીધા. આ કારણે લોકોએ વધુ પડતો ખોરાક મંગાવ્યો અને પછી તે ખાઈ શક્યા નહીં, જેના કારણે ખોરાકનો બગાડ થયો.

વર્ષ 2021માં ચીનમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો. જો કે બે વર્ષ બાદ પણ આ કાયદાના અમલ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે.

ચીનમાં કરાયેલા એક સર્વે મુજબ દેશની હોટેલ અને રેસ્ટોરન્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 34 મિલિયન ટન ખોરાકનો બગાડ થાય છે.

ગયા વર્ષે પણ ફુજિયન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટે લોકોને અડધા કલાકમાં 30 કિલો બર્ગર ખાવાની ચેલેન્જ આપી હતી. આ રેસ્ટોરન્ટ સામે પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો- યૂનિફોર્મ સિવિલ કોડ પર કાયદા પંચને મળી 46 લાખ પ્રતિક્રિયાઓ

Back to top button