12 હજારથી ઓછી કિંમતના ચાઈનીઝ ફોન પર લાગી શકે છે પ્રતિબંધ
ભારતમાં ચાઈનીઝ મોબાઈલ ફોન સૌથી વધુ વેચાય છે. તેનું એક કારણ આ મોબાઈલ ફોનની સસ્તી કિંમત છે. પોષણક્ષમ ભાવે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવાને કારણે ચાઈનીઝ મોબાઈલ ફોન ભારતીય બજાર પર મજબૂત પકડ ધરાવે છે. જો કે હવે એવા સમાચાર છે કે ભારત ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે ચીનની 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ભારતમાં કેટલાક ફોન પર પ્રતિબંધ લાગી શકે છે. ભારત તેના અસ્તવ્યસ્ત સ્થાનિક ઉદ્યોગને વેગ આપવા માંગે છે. આ માટે તે ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકોને રૂ. 12,000 ($150)થી ઓછી કિંમતના ફોન વેચવા પર પ્રતિબંધ મૂકવા માંગે છે. રિપોર્ટ અનુસાર ભારત ચીનની કંપનીઓના 12 હજાર રૂપિયાથી ઓછી કિંમતના ફોન પર પ્રતિબંધ લગાવવા માંગે છે. જો આવું થશે તો Xiaomi Corp સહિત ઘણી બ્રાન્ડ્સને મોટો ફટકો લાગી શકે છે.
શા માટે ભારત સસ્તા ચાઈનીઝ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા માંગે છે?
જણાવી દઈએ કે ચીન પછી ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે. 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ મૂકવાનો ઉદ્દેશ્ય ભારતીય ફોન માર્કેટના તળિયે અડધા ભાગની ચીની કંપનીઓને બહાર કાઢવાનો છે. Realme અને Transsion (Tecno, Itel અને Infinix) જેવી ચાઈનીઝ બ્રાન્ડ્સ ભારતીય મોબાઈલ માર્કેટમાં તળિયે છે.
ચીનનું બજાર અટક્યું, ભારત પર ભરોસો
જો ભારતના એન્ટ્રી-લેવલ માર્કેટમાં ચાઈનીઝ મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો Xiaomi જેવી ચાઈનીઝ બ્રાન્ડ્સને મોટો ફટકો પડશે. આ ચાઇનીઝ બ્રાન્ડ્સ તાજેતરના વર્ષોમાં તેમની વૃદ્ધિને ટકાવી રાખવા માટે ભારત પર વધુને વધુ નિર્ભર છે. આ એટલા માટે પણ છે કારણ કે ચીનમાં એક પછી એક કડક કોવિડ-19 લોકડાઉને તેમના સ્થાનિક બજારને સંપૂર્ણપણે સ્થગિત કરી દીધું છે.