ચીની છોકરીએ ભરતનાટ્યમ કરીને જીત્યું સૌનું દિલ, જુઓ તેનો Viral Video

- આ વાયરલ વીડિયોમાં દેખાતી ચીની છોકરીનું નામ ઝાંગ જિયાયુઆન Zhang Jiayuan છે, જેને પ્રેમથી રિયા Rhea પણ કહેવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય સંસ્કૃતિનો જલવો વિદેશોમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચીનની એક 17 વર્ષની છોકરીએ ભરતનાટ્યમ રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
આ વાયરલ વીડિયોમાં દેખાતી ચીની છોકરીનું નામ ઝાંગ જિયાયુઆન Zhang Jiayuan છે, જેને પ્રેમથી રિયા Rhea પણ કહેવામાં આવે છે. ઝાંગે તાજેતરમાં બીજિંગના એક હોલમાં પોતાનું પહેલું મોટું પ્રદર્શન Arangetram આપ્યું હતું. ઝાંગના મુવ્સ, હાવભાવ અને તેની શૈલી જોઈને ભારતીયો પણ દંગ રહી ગયા હતા.
ઝાંગે માત્ર પાંચ વર્ષની ઉંમરે ભરતનાટ્યમ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે તેણે પ્રખ્યાત ચીની ભરતનાટ્યમ નૃત્યાંગના જિન શાન શાન Jin Shan Shan પાસેથી તાલીમ લીધી હતી.
📍Video of the Day 💖
A 17-year-old Chinese student wowed everyone with her solo ‘Bharatanatyam dance’ in Beijing, China. pic.twitter.com/XgGgymGjei
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 25, 2025
ચીનમાં ભરતનાટ્યમનો ક્રેઝ
ઝાંગના પ્રદર્શનથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભરતનાટ્યમ ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ પડોશી દેશ ચીનમાં પણ તેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ગયા વર્ષે બીજી 13 વર્ષની છોકરી, લેઈ મુજી ભરતનાટ્યમ શીખનારી ચીનની પ્રથમ નૃત્યાંગના બની હતી.
આ ટ્રેન્ડ પાછળ કોણ છે?
આ ટ્રેન્ડ ચીનમાં પ્રખ્યાત નૃત્યાંગના ઝાંગ જુન Chinese dancer Zhang Jun દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો . તેમણે ભરતનાટ્યમ, કથક અને ઓડિસી જેવા નૃત્યો શીખ્યા અને તેને ચીનમાં લોકપ્રિય બનાવ્યા હતા. તેમની મહેનત અને આજના ડાન્સર્સના જુસ્સાને કારણે ચીનમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વધ્યો છે.
આ પણ વાંચોઃ મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા સાઉથ ડેબ્યુ માટે તૈયાર, મલયાલી સ્ટાર સાથે કરશે ફિલ્મ!











