Taiwanમાં ઘૂસ્યા Chinaના ફાઈટર જેટ, 6 કલાકમાં 37 ફાઈટર જેટ્સે મચાવ્યો ખળભળાટ!
ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે ટાપુ દેશના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે 6 કલાકની અંદર ચીનના 30થી વધુ ફાઈટર જેટ તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ્યા છે. ચીની સેનાની ઘૂસણખોરીમાં ઝડપથી વધારો થયો છે. ચીનનો દાવો છે કે સ્વ-શાસિત તાઈવાન તેમનો વિસ્તાર છે અને જો જરૂર પડશે તો તેઓ એક દિવસમાં તેને લઈ લેશે.
તાજેતરના વર્ષોમાં, ચીને તાઈવાનના હવાઈ સંરક્ષણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂસણખોરી વધારી છે, જે અગાઉના વર્ષોની સરખામણીમાં 2023માં લગભગ બમણી થઈ ગઈ છે.
ક્યારે થઈ ઘૂસણખોરી?
તાઈવાનના રાષ્ટ્રીય રક્ષા મંત્રીના પ્રવક્તા સુન લી ફેંગે ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યે લગભગ 37 સૈન્ય વિમાન તાઈવાનની દક્ષિણ પશ્ચિમ સરહદમાં પ્રવેશ્યા હતા. તે જ સમયે, તેમણે 11 વાગ્યે કહ્યું કે, તેમાંથી કેટલાક લાંબા અંતરની જાસૂસી તાલીમ માટે પશ્ચિમ પેસિફિક તરફ ગયા હતા. જો કે, આ વર્ષની આ મોટી ઘૂસણખોરી નથી.
શું કહ્યુ તાઈવાને?
આ અગાઉ 9 એપ્રિલના રોજ ચીનના લગભગ 45 વખત ફાઈટર પ્લેનએ ઉડાન ભરી હતી. એક ટ્વિટમાં મંત્રાલયે કહ્યું કે તાઈવાનની સેના આ ઘુષણખોરી પર ચાંપતી નજર રાખી રહી છે. તાઈવાને પણ જવાબમાં, પેટ્રોલિંગ એરક્રાફ્ટ, નૌકાદળના જહાજો અને જમીન આધારિત મિસાઇલ સિસ્ટમ્સ રવાના કરી હતી.
ચીન તાઈવાનને પોતાનો જ ભાગ ગણે છે!
મહત્વનું છે કે ચીનની આ ઘૂસણખોરી અમેરિકા, ફિલિપાઇન્સ અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં તેમની સંયુક્ત તટરક્ષક અભ્યાસને પૂર્ણ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ પહેલા થઈ હતી. ચીન હંમેશા તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની વિરુદ્ધ રહ્યું છે. ચીન તાઈવાનને પોતાના દેશનો જ ભાગ ગણે છે.
આ પણ વાંચો: બાબા વેંગા: ડિસેમ્બર 2023 સુધીમાં ધરતી પાયમાલ થશે, આ ડરામણી ભવિષ્યવાણી સાચી પડશે?