ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સઃ ચીને અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ ન આપતા વિવાદ

Text To Speech
  •  અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને ચીને પ્રવેશવા નહીં દેતા ભારતીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ચીનની મુલાકાત મોકૂફ રાખી

નવી દિલ્હીઃ ચીનના હેંગઝોઉ ખાતે 19મી એશિયન ગેમ્સ પહેલાં ચીને વધુ એક વખત તેની ભારત વિરોધી માનસિકતા છતી કરી છે. ચીની સત્તાવાળાઓએ એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને એક્રેડિટેશન તથા પ્રવેશ આપવાનો ઇનકાર કરતાં ભારતીય ખેલાડીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ હતી.

ચીનની આ આડોડાઈ સામે ભારતે આક્રમક પ્રતિભાવ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગેમ્સના સમારંભમાં ભાગ લેવા જવા માટેની યોજના પણ પડતી મૂકી હોવાનું વિવિધ સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અરુણાચલ પ્રદેશના વુશુ પ્રાન્તના એથલેટ્સ ચીનના હેંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં જઈ શકતા નથી કેમ કે ચીને તેમને એક્રેડિટેશન અને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે.

અહેવાલ મુજબ ચીન દ્વારા એવી ચાલાકી કરવામાં આવી છે કે, અરુણાચલ પ્રદેશના વુશુના એથલેટ્સને એક્રેડિટેશન કાર્ડ તો ઑનલાઇન આપવામાં આવ્યા હતા, પરંતુ ખેલાડીઓ તેને ડાઉનલોડ કરી શકે અને સ્ટેડિયમમાં પ્રવેશ માટે તેનો ઉપયોગ કરી શકે એવી આવશ્યક ટેકનિકલ સુવિધા આપી નહોતી જેને કારણે માત્ર અરુણાચલ પ્રદેશા ખેલાડીઓને જ મુશ્કેલી પડી છે.

Back to top button