ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ચીનના પ્રાણીસંગ્રહાલયે મુલાકાતીઓને છેતરવા કરી ચાલાકી, લોકો એ જોઈને થયા ગુસ્સે

  • પ્રાણીસંગ્રહાલયે પર્યટકો માટે શ્વાનનાં બચ્ચાંને પાંડા બનાવી દીધા

HD ન્યુઝ ડેસ્ક, 10 મે:  ચીનમાં પાંડા ખૂબ જપ્રખ્યાત છે આથી ત્યાંના લોકો પાંડા જોવા માટે ખાસ પ્રાણીસંગ્રહાલય જતા હોય છે. પાંડા દેખાવમાં ઘણા ક્યુટ હોય છે અને તેમની ક્યુટ એક્ટિવિટીને જોવી લોકોને ઘણી પસંદ પડે છે. હવે જો કલ્પના કરો કે ચાઈનામાં પ્રાણી સંગ્રહાલયમાં  કોઈ પાંડા ન હોય તો ત્યાંના લોકો માટે એ ઘણી વિચિત્ર લાગે એવી વાત છે. કંઈક આવા જે એક પ્રાણી સંગ્રહાલયના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રાણીસંગ્રહાલયમાં કોઈ પાંડા ન હતા. પણ ત્યાંના લોકો તો પાંડા જોવા માટે જ ખાસ પ્રાણી સંગ્રહાલયોની મુલાકાત લેતા હોય છે. આથી પાંડની કમીને પુરી કરવા માટે પ્રાણીસંગ્રહાલયના લોકોએ એક વિચિત્ર ઉપાય કર્યો. તેઓએ બે શ્વાનનાં બચ્ચાં પકડ્યા અને તેમને બરાબર પાંડા જેવો લૂક આપ્યો. આ માટે તેઓએ પ્રથમ શ્વાનના વાળને ટ્રિમ કર્યા અને પછી ચહેરાના હેર કલરિંગ ડાઈથી રંગી દીધા. આ શ્વાન  જોઈને તમે પણ પહેલી નજરે છેતરાઈ જશો.

જુઓ અહીં આ વિડીયો:

ચાઉ ચાઉ શ્વાનોને મેકઅપ કરી પાંડા બનાવ્યા

પૂર્વી ચીનમાં એક પ્રાણી સંગ્રહાલયને આ વિચિત્ર ઉપાયનો કારણે ટીકાનો સામનો કરવો પડ્યો જ્યારે તેઓએ બે શ્વાનને કાળા અને સફેદ રંગથી પાંડા જેવા રંગી નાખ્યા હતા. આ ‘નકલી પાંડા’ 1 મેના રોજ જિઆંગસુ પ્રાંતના તાઈઝોઉ પ્રાણીસંગ્રહાલયમાં કેમેરામાં કેદ થયા હતા. પ્રાણીસંગ્રહાલયવાળાઓએ રજાઓ દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે આવું કર્યું હતું. આ બે ચાઉ ચાઉ કુતરાઓને દરરોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે પ્રદર્શનમાં મૂકવામાં આવતા હતા, જ્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકઠા થતા હતા.

લોકોએ નકલી પાંડા માટે કરી ટીકા

તદ્દન પાંડા જેવા દેખાતા હોવા છતાં, આ નકલી પાંડાને કેટલાક મુલાકાતીઓએ ચાઉ ચાઉ શ્વાનની જેમ માથું હલાવવા જેવી વિચિત્ર વર્તણૂકો કરતા જોયા. આ વાતની પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે આવેલા લોકોને જાણ થતા રોષે ભરાયા હતા. આ પ્રકારે પ્રાણીઓની ક્રૂરતા અને છેતરપિંડી માટે ઘણા લોકોએ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓની ટીકા કરી હતી. જોકે, પ્રાણી સંગ્રહાલયે પાંડાને બદલે ચાઉ ચાઉ શ્વાનને નકલી પાંડા બતાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. પોતાના બચાવમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચાઉ ચાઉ શ્વાનોને રંગવામાં આવેલા રંગએ  હાનિકારક નથી અને બિન-ઝેરી છે. પ્રાણી સંગ્રહાલયમાં કોઈ પાંડા  નથી, તેથી અમારે આમ કરવું પડ્યું. લોકો તેમના વાળ પણ રંગે છે. જો શ્વાનના વાળ લાંબા હોય તો તેના પર કુદરતી રંગનો ઉપયોગ કરી શકાય છે.

પાંડા બનેલા બે ચાઊ ચાઉ શ્વાનની વાત કરીએ તો તે, સ્પિટ્ઝ-પ્રકારના શ્વાન છે જે મૂળ ઉત્તર ચીન જોવા મળે છે. એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પ્રાણી સંગ્રહાલયમાં એક સાઈનબોર્ડ પર લખવામાં આવ્યું હતું કે, “પાંડા શ્વાન એ શ્વાનની વાસ્તવિક જાતિ નથી તે પાળેલા શ્વાનની જેમ પાંડાની જેવા દેખાય તે માટે તૈયાર કરવામાં આવ્યા છે જે પાંડાની  જેમ કોટ પેટર્નની સાથે જન્મેલા છે. આ પ્રકારના કુતરાઓમાં એક સફેદ અંદરકોટ હોય છે જેની અંદર આંખોના કિનારા અને કાનની ચારે બાજુ કાળા નિશાન હોય છે, જે એક વિશાલ પાંડાના ચહેરા જેવા જ લાગે છે.

આ પણ વાંચો:જીવદયા: ભેંસોને ગરમીથી બચાવવા માટે વ્યક્તિએ તબેલામાં લગાવ્યા AC

Back to top button