ChatGPT અને Google બાદ ચેટબોટ જંગમાં ચીનની એન્ટ્રી, જાણો કયું ચેટબોટ આવશે
ChatGPT ચેટબોટ(ChatBot)એ હાલમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી લીધી છે. ચેટબોટનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે. માઈક્રોસોફ્ટ અને Open AI સાથે મળીને ChatGPTની અદભૂત સફળતા બાદ ગૂગલે પણ થોડા દિવસો પહેલા પોતાનું AI બેઝ Bard ચેટબોટ લોન્ચ કર્યું હતું. ચેટબોટના યુઝર્સ દિવસેને દિવસે ખુબજ વધી રહ્યા છે ત્યારે ચેટબોટની દુનિયામાં ચીન કેવી રીતે પાછળ રહી શકે. ચીની કંપની Baiduએ પોતાનું AI બેઝ ચેટબોટની જાહેરાત કરી દીધી છે. જયારે બીજીબાજુ Alibaba પણ ટૂંક સમયમાં પોતાનું AI બેઝ ચેટબોટ લાવી રહ્યું છે. આવો વિસ્તારથી જાણીએ.
આ પણ વાંચો:ગૂગલના AI Bardના એક ખોટા જવાબથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન, જાણો શું મુદ્દો શું છે
ટેકનોલોજીની દુનિયામાં સતત કોઈને કોઈ હરીફાઈ ચાલતી જ રહે છે. આજના ડીજીટલ અને ટેકનોલોજી યુગમાં સોફ્ટવેર અને એપ્લીકેશન દ્વારા માણસના જીવનને સુવિધાપૂર્ણ બનાવવા માટે સતત સંશોધન થતા રહે છે. આજે Artificial Intelligence (AI) એટલે કુત્રિમ બુદ્ધિનું પ્રમાણ વધ્યું છે. આજે જનરેશન વધુ ઝડપી બનાવવામાં બધા સ્પર્ધા કરવા લાગ્યા છે. દરેક કંપની આજે ટેકનોલોજીમાં આગળ રહેવા માંગે છે. હાલમાં ટેકનોલોજી ક્ષેત્રે Artificial Intelligence (AI) બેઝ ચેટબોટનું ચલણ વધ્યું છે. આજે ટેકનોલોજીની કંપનીઓમાં ચેટબોટ એ ફાઈટિંગ પોઈન્ટ બની ગયું છે. માર્કેટમાં સ્પર્ધા હોય અને ચીની કંપની સ્પર્ધામાં ન હોય એવું તો બને જ નહી. ChatGPTની લોકપ્રિયતા બાદ માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિત બીજી કંપનીઓ ચેટબોટનાં યુદ્ધ માટે મેદાનમાં આવી ગઈ છે ત્યારે ચીની કંપની પણ મેદાનમાં આવી ગઈ છે.
આ પણ વાંચો:હવે તમારા દરેક સવાલના જવાબ મળશે ChatGPT પર : ગૂગલને પણ આપશે ટક્કર !
ચાઈના કંપનીનું AI ચેટબોટ
ચાઈનાની મોટી કંપની Alibaba પણ ચેટબોટના યુદ્ધમાં આવી ગઈ છે. ચાઈના કંપની Alibabaએ પણ પોતાના ચેટબોટની જાહેરાત કરી છે. ચાઈના કંપની Alibaba દ્વારા કહેવામાં આવ્યું કે ChatGPTને ટક્કર આપે તેવું જોરદાર ચેટબોટ લોન્ચ કરશે. જેથી હવે ચેટબોટના વૈશ્વિક યુદ્ધમાં ચીન પણ સીધી રીતે મેદાનમાં આવી ગયું છે.
આ પણ વાંચો:ChatGPT એ શા માટે સત્ય નાદેલાની માફી માંગી?
Alibaba જ નહી પરંતુ ચીનમાં જેને ગૂગલ કહેવામાં આવે છે એ Baidu પણ ચેટબોટ માટે કામ કરી રહ્યું છે. એટલું જ નહી ચેટબોટનું નામ પણ આપી દીધું છે. જેનું નામ Ernie Bot હશે. Alibaba કંપની પોતાના ચેટબોટ વિશે વધુ જાણકારી નથી આપી. કંપનીના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું કે લાર્જ લેન્ગ્વેઝ મોડલ અને જનરેટેડ AI ઉપર 2017થી તેમનું ધ્યાન છે.
આ પણ વાંચો:ગૂગલે 10 ટકા દંડ જમા કરવા સામે દાખલ કરેલી અરજી ફગાવી દેવાઇ
માઈક્રોસોફ્ટનું યોગ્ય સમયે યોગ્ય નિશાન
ChatGPT ચેટબોટની તરફ લોકોની વધતી જતી લોકપ્રિયતાને જોતા માઈક્રોસોફ્ટ યોગ્ય સમયે યોગ્ય નિશાન લગાવ્યું અને પોતાનું સર્ચએન્જિન Bingને Open AI ChatGPT સાથે ભાગીદારી કરી નવી રીતે લોન્ચ કર્યું. માઈક્રોસોફ્ટને ભલે શરૂઆતમાં ChatGPT જેટલી લોકપ્રિયતા નથી મળી પરતું તેના આ પગલાથી ગૂગલની ચિંતામાં જરૂર વધારો કર્યો છે.
ગૂગલને મોટું નુકશાન થયું
ટેકનોલોજીની દુનિયામાં ગૂગલ પોતાના યુઝર્સને નિરાશ નથી કરવા માંગતી એટલે તેને પણ પોતાનું AI બેઝ ચેટબોટ બનાવવાનું નક્કી કર્યું. ગૂગલે પોતાનું AI બેઝ Bard નામનું ચેટબોટ લોન્ચ કર્યું. જોકે ગૂગલે દ્વારા નિર્મિત AI બેઝ Bard ચેટબોટ કેટલી લોકપ્રિયતા મેળવશે એતો આવનાર સમય જ બતાવશે. પરંતુ આને લીધે ગૂગલની પેરેન્ટ કંપની Alphabetને 100 અબજ ડોલરનું નુકસાન જરૂર થયું છે.
આ પણ વાંચો:Microsoft Windowsના આ વર્ઝન થશે બંધ !
હકીકતમાં Bardને જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોલ (JWST) વિશે યુઝર્સએ પ્રશ્ન પૂછ્યો હતો જેનો Bard દ્વરા ખોટો જવાબ આપવામાં આવ્યો હતો. જેના કારણે ગૂગલની પેરેન્ટ કંપની Alphabet INCના 9 ટકા શેર ઘટ્યા હતા. આનાથી કંપનીની માર્કેટ વેલ્યુ 100 અબજ ડોલર સુધી નીચે આવી ગઈ હતી.