ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનના સનકી વૈજ્ઞાનિકે શોધી વૃદ્ધત્વ રોકવાની દવા!

Text To Speech

ચીનના ઘણા વૈજ્ઞાનિકો સંશોધનની દૃષ્ટિએ ખૂબ જ વિવાદાસ્પદ માનવામાં આવે છે. તેમની શોધ, તેમનો અભ્યાસ સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવવા માટે પૂરતો છે. આવા જ એક ચાઈનીઝ વૈજ્ઞાનિક છે ‘હી જિયાનકુઈ’ (He Jiankui) જે દાવો કરી રહ્યા છે કે તેઓ વૃદ્ધત્વને કેવી રીતે રોકવું તે જાણે છે. તે આ દિશામાં એક નવું સંશોધન કરવા માંગે છે, પરંતુ અન્ય વૈજ્ઞાનિકો તેને ખતરનાક માની રહ્યા છે.

ચીનના સનકી વૈજ્ઞાનિકે શું દાવો કર્યો છે?

હવે ‘હે જિયાનકુઈ’ કોઈ મામુલી વૈજ્ઞાનિક નથી. તેઓ સતત વિવાદોમાં રહ્યા છે. ભુતકાળમાં તેમના એક સંશોધનને કારણે તેમને 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. બાદમાં, જ્યારે તે બહાર આવ્યા, ત્યારે તેમણે બેઇજિંગમાં પોતાની રિસર્ચ લેબ ખોલી હતી. હવે એ પ્રયોગશાળામાં આ વૈજ્ઞાનિક રોજેરોજ એક યા બીજા પ્રયોગ કરતા રહે છે. તે પોતાના પ્રયોગોની માહિતી ટ્વિટર પર પણ શેર કરે છે, એટલે કે ચીનની સરકાર તેના પર ધ્યાન આપે કે ન આપે, તે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બની ગયા છે.

કેવી રીતે મળશે વૃદ્ધત્વમાંથી આઝાદી?

હવે ચીનના આ સનકી વૈજ્ઞાનિકે નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે માનવ ભ્રૂણમાં ફેરફાર કરીને તે વૃદ્ધાવસ્થાને રોકી શકે છે. તેમની દલીલ છે કે તેમના સંશોધનમાં સંપાદિત જનીનો સાથે ઉંદરના ભ્રૂણ અને માનવ ફળદ્રુપ ovumનો સમાવેશ થશે. આ રિસર્ચને નવી દિશા આપવા માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે આના દ્વારા અલ્ઝાઈમર જેવી બીમારીઓ પણ મટી જશે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ રોગનો હાલ કોઈ ઈલાજ નથી અને વૃદ્ધ વસ્તી ચીન પર દબાણ વધારી રહી છે.

વૈજ્ઞાનિકો આ દાવાઓને નકારી રહ્યા છે

જોકે ઘણા વૈજ્ઞાનિકો He Jiankuiના આ દાવા સાથે સહમત નથી. તેમનું માનવું છે કે જો મનુષ્યના ડીએનએ સાથે ચેડાં કરવામાં આવશે તો તેની આડ અસર લોકો પર ખુબ જ ગંભીર પડશે. કેટલાક વૈજ્ઞાનિકો તો તેને ગાંડપણ ગણાવી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે. જો કે, આ વિવાદીત વૈજ્ઞાનિક ‘હી જિયાનકુઈ’એ ખાતરી આપી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા સંશોધનને મંજૂરી ન મળે ત્યાં સુધી તેઓ આ વિષયને આગળ ધપાવવાના નથી.

આ પણ વાંચો:  ચીન સામે ઉભી થઈ નવી મુશ્કેલી! અનાજ માટે તરસી રહ્યા છે લોકો, શું છે કારણ?

Back to top button