ટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનની આ ‘સુંદર ગવર્નર’ને 13 વર્ષની જેલ, આરોપ જાણી ચોંકી જશો 

Text To Speech

ચીન, 21 સપ્ટેમ્બર:ચીનમાં ‘બ્યુટીફુલ ગવર્નર’ તરીકે જાણીતી એક મહિલા ઓફિસરને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા અધિકારીને તેના સ્ટાફના 58 જુનિયરો સાથે શારીરિક સંબંધ બાંધવા, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અને મોટી લાંચ લેવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવી છે. મહિલા અધિકારી પર 1 કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

એપ્રિલ 2023માં ધરપકડ કરવામાં આવી હતી

ચીનની ન્યૂઝ એજન્સી અનુસાર દોષિત ઠરેલી મહિલા અધિકારીનું નામ ઝોંગ યાંગ છે અને તેની ઉંમર 52 વર્ષ છે. મહિલાએ ક્વિઆનન, ગુઇઝોઉમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના સાથે ગવર્નર અને ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી છે. ઝોંગ યાંગ 22 વર્ષની ઉંમરથી પાર્ટી સાથે જોડાયેલા હતા. ઝોંગની એપ્રિલ 2023માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ પાર્ટીએ તેમને તેમના પદ પરથી હટાવી દીધા હતા અને તેમની હકાલપટ્ટી કરી હતી.

58 જુનિયર સાથે સંબંધો હતા 
ઝોંગ પર 58 સાથી પુરૂષ જુનિયર સાથે શારીરિક સંબંધો હોવાનો પણ આરોપ હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તેમાંથી કેટલાકે લાભ માટે ઝોંગ સાથે સંબંધ બાંધ્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેના ડરથી આમ કર્યું હતું. એક સમાચાર અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઝોંગ ઓવરટાઇમ કામ કરવા અને બિઝનેસ ટુર પર જવાના બહાને આ લોકો સાથે સમય પસાર કરતી હતી.

પદનો દુરુપયોગ
જાન્યુઆરી 2024 માં, ગુઇઝોઉ રેડિયો અને ટેલિવિઝન આ કેસ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી. આ ડોક્યુમેન્ટ્રીમાં ઝોંગ યાંગ સાથે જોડાયેલા ઘણા વિવાદો સામે આવ્યા હતા. અહેવાલો બહાર આવ્યા છે કે ઝોંગે તેના પદનો દુરુપયોગ કર્યો હતો અને લાંચ લીધી હતી. સરકારી મૂડીરોકાણના બહાના હેઠળ, તેણે માત્ર કેટલીક પસંદગીની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા અને નજીકના ઉદ્યોગપતિ માટે હાઇ-ટેક ઔદ્યોગિક વસાહતના વિકાસને પણ મંજૂરી આપી.

મોટી લાંચ લીધી
ડોક્યુમેન્ટરીમાં અન્ય એક બિઝનેસ માલિકે દાવો કર્યો હતો કે ઝોંગ એવી કંપનીઓ પર ધ્યાન આપતી નથી કે જેની સાથે તેણીનો અંગત સંબંધ નથી. રિપોર્ટ અનુસાર, ઝોંગે 60 મિલિયન યુઆન (લગભગ 70 કરોડ રૂપિયા) લાંચ તરીકે લીધા છે.

આ પણ વાંચો : પોતાનો જ પરસેવો અને પેશાબ પીવો પડેછે, ISSમાં સુનિતા વિલિયમ્સની આવી છે દિનચર્યા

Back to top button