ભારત વિરોધી વલણ પર ચીન સતત એક પછી એક રીતે પ્રદર્શિત કરી રહ્યું છે. હવે ફરી એકવાર ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં ભારત વિરુદ્ધ પગલાં હતાં આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને બ્લોક કરી દીધો હતો. બે દિવસમાં ચીનનું આ બીજું પગલું છે, આ અગાઉ બુધવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ માટે પણ આ વલણ રાખ્યું હતું.
આ સાથે ચાર મહિનામાં ચોથી વખત ચીન દ્વારા આવું કરવામાં આવ્યું છે. હાફિઝ તલાહ સઈદ આતંકવાદી જૂથ લશ્કરના અગ્રણી નેતા અને 26/11ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો પુત્ર છે. આ વર્ષે એપ્રિલમાં તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. હાફિઝ તલાહ સઈદ લશ્કરનો વરિષ્ઠ નેતા છે અને આતંકવાદી સંગઠનની ધાર્મિક શાખાનો વડા છે.
આ પણ વાંચો : ચીનની ફરી અવળચંડાઈ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મેહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર ન થવા દીધો
ભારતીય કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી હાફિઝ તલાહને આતંકવાદી જાહેર કરતાં આ વર્ષે એપ્રિલમાં એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે હાફિઝ તલાહ સઈદ લશ્કર-એ-તૈયબા દ્વારા ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની ભરતી, ભંડોળ એકત્ર, આયોજન અને અંજામ આપવામાં સક્રિયપણે સામેલ છે. અત્યાર સુધીમાં ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પ્રસ્તાવમાં અવરોધ ઊભો કર્યો હતો.
છેલ્લા બે દિવસમાં આ બીજી વખત છે જ્યારે ચીન તરફથી પાકિસ્તાની આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રયાસોને અવરોધિત કર્યા છે. ચીને મંગળવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહેમૂદને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધ્યો હતો.