ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનનું 21 ટનનું રોકેટ ક્રેશ, જાણો કઈ જગ્યાએ પડ્યું?

Text To Speech

ચીનનું બેકાબૂ બનેલું રોકેટ 5બી રોકેટ માલદિવ્સના દરિયા નજીક ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. માલદિવ્સના દરિયા પાસે ચીનનું 5બી રોકેટ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બેકાબૂ થયેલું રોકેટ ગુજરાતના કચ્છ ઉપરથી પણ પસાર થયું હતું અને અંતે આજે વહેલી સવારે તે ભારત નજીક માલદિવ્સના દરિયા નજીક ક્રેશ થયું છે.

બેકાબૂ બનેલું રોકેટ માલદીવ્સના દરિયા પાસે પડ્યું

ચીનની અંતરિક્ષ એજન્સીએ પણ એ વાત કહી છે કે તેમનું રોકેટ પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરી લીધું છે અને તેનો મોટા ભાગનો ભાગ નીચે પડવા દરમિયાન બળી ગયો હતો. અમેરિકી રક્ષા વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, એક ચીની બૂસ્ટર રોકેટે શનિવારે પૃથ્વી પર અણધારી રીતે વાપસી કરી છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ તેની જાણકારી શેર કરીને બેઈઝીંગને ફટકાર લગાવી છે.

ગત અઠવાડીયે થયું હતું લોન્ચિંગ

ચીને ગત અઠવાડીયે (29 એપ્રિલ) હૈનાન સ્થિત વેનચાંગ લોન્ચ સાઈટ પરથી એક રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટમાં કેટલીક ખામી સર્જાતા એને સંચાલિત કરનારી ટીમે આના પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. હવે આવી પરિસ્થિતિમાં માર્ચ 5બી રોકેટ પૃથ્વી તરફ પૂર ઝડપે આવી રહ્યું હતું અને પૃથ્વીની કોઈપણ જગ્યા પર ક્રેશ થવાની શક્યતા હતી. જો કે રોકેટનો કાટમાળ માલદિવ્સના દરિયાની નજીકથી મળી આવ્યો છે. જેને પગલે સૌ કોઈએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

Back to top button