ચીનના બેઈજિંગમાં ભયાનક ટ્રેન અકસ્માત, 500 લોકો ઘાયલ
ચીન, 16 ડિસેમ્બર 2023ઃ ચીનના બેઈજિંગમાં એક ભયાનક અકસ્માત થયો છે. હિમવર્ષાના કારણે બે મેટ્રો ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માત ચીનની રાજધાની બેઈજિંગમાં થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 515 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ચાંગપિંગ લાઇન પર થઈ હતી. અકસ્માત સમયે ટ્રેક લપસણો હતો. ટ્રેને ઈમરજન્સી બ્રેક લગાવી અને તેની પાછળ આવતી ટ્રેન તેની સાથે અથડાઈ.
બેઈજિંગમાં 27 મેટ્રો લાઈનો છે, આ લાઈનમાં દરરોજ 1.3 કરોડ લોકો મુસાફરી કરે છે. આટલી મોટી ભીડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાને કારણે આ માર્ગ ખૂબ જ વ્યસ્ત રહે છે. આ માર્ગો પરથી એક મિનિટમાં બે મેટ્રો પસાર થાય છે. આટલું નજીક હોવાથી, જ્યારે બરફ પડવાનું શરૂ થાય ત્યારે અચાનક બ્રેક લગાવવી મુશ્કેલ બની જાય છે.
ઇઝરાયેલ સેનાથી થઈ મોટી ભૂલ, પોતાના જ 3 નાગરિકોને મારી નાખ્યા
અકસ્માતમાં કેટલા ઘાયલ?
બેઈજિંગ ટ્રેન દુર્ઘટના બાદ 515 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં 102 લોકોને ફ્રેક્ચર થયું છે. સારવાર બાદ 423 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે 67 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. તેમાંથી 25 મુસાફરોને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ટ્રેનોને લપસી ન જાય તે માટે શું પગલાં લેવામાં આવ્યા?
ટ્રેનના એન્જિનમાં રેતીના બોક્સ લગાવવામાં આવે છે. પૈડાંની નજીકના એન્જિનમાં રેતીનું બૉક્સ પાટાથી સહેજ ઉપર સ્થાપિત થયેલ છે. જ્યારે પણ ટ્રેન ડુંગરાળ વિસ્તાર અથવા લપસણો વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે રેતીના બોક્સમાંથી રેતી પાટા પર નાખવામાં આવે છે જેથી રેલના ટ્રેક અને પૈડા વચ્ચે ઘર્ષણ થાય અને ટ્રેન લપસતી અટકાવવામાં આવે. રેતીના બોક્સની કમાન્ડ લોકો પાયલોટના હાથમાં છે.