વર્લ્ડ

ચીને ખતરનાક Hypersonic એન્જિનનુ કર્યુ પરીક્ષણઃ હવે દુનિયામાં સૌથી ઝડપી ઉડશે ડ્રેગનના ફાઇટર જેટ

Text To Speech

ચીને તાજેતરમાં એવા હાઇપરસોનિક એન્જિનનો ટેસ્ટ કર્યો છે, જે ફાઇટર જેટ્સને આશ્વર્યજનક ગતિ આપશે. આ એન્જિનની ખાસિયત સ્પીડની સાથે સાથે તેનો ઓછો અવાજ પણ છે. કેમકે જ્યારે કોઇ ફાઇટર જેટ સાઉન્ડ બેરિયર તોડે છે, ત્યારે તેજ સોનિક બુમ થાય છે, પરંતુ આ ફાઇટર જેટ સોનિક બુમ ઉપરાંત કોઇ અવાજ નહિં કરે. તેની પાછળનું કારણ તેનુ ઇંધણ છે. ચીને આ એન્જિનમાં પારંપારિક હાઇડ્રોજન ફ્યુલના બદલે એવિએશન કેરોસીનનો ઉપયોગ કર્યો છે.

અત્યાર સુધી કોઇ એવી ટેકનિક નહોતી
હકીકતમાં અત્યાર સુધી એવી કોઇ ટેકનિક ન હતી, જેમાં કોઇ ફાઇટર જેટ આટલી ગતિથી ઉડી શકે. ઉડત તો તે ફાટી જાત. તેનું એન્જિન બ્લાસ્ટ થઇ જાત, પરંતુ હવે ચીનનો દાવો છે કે તેણે એવુ હાઇપરસોનિત એન્જિન બનાવી લીધુ છે જે હવે ફાઇટર જેટને 11,113 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ઉડાડશે.

ચીને ખતરનાક Hypersonic એન્જિનનુ કર્યુ પરીક્ષણઃ હવે દુનિયામાં સૌથી ઝડપી ઉડશે ડ્રેગનના ફાઇટર જેટ hum dekhenge news

બીજા રાઉન્ડે ગતિ  વધારી દીધી
આ એન્જિનનું નામ છે કેરોસીન બેઝ્ડ ડેટોનેશન એન્જિન. ડેટોનેશન એન્જિન ફાઇટર જેટને આગળ વધારવા માટે શોકવેવ્ઝની સીરીઝ બનાવે છે. શોકવેવ્ઝની આ સીરીઝ તેની ચારણી જેવી ચેનલમાં ઇંધણના ઝડપી પ્રસારથી બને છે. એન્જિનમાં એક રાઉન્ડ ઇંધણ વહ્યુ અને તેણે જેટને ઝડપથી આગળ ફેંક્યુ. બીજા રાઉન્ડે આ ગતિ વધારે વધારી દીધી.

ડેટોનેશન એન્જિનની તાકાત હોય છે વધુ
ડેટોનેશન એન્જિન પારંપરિક હાઇપરસોનિક એન્જિનોની તુલનામાં વધુ તાકાત પેદા કરે છે. હકીકતમાં આ એન્જિન સ્ક્રેમજેટ કરતા પણ તાકાતવર હોય છે. અમેરિકા હાલમાં સ્ક્રેમજેટ એન્જિનો પર કામ કરી રહ્યુ છે. આ એન્જિનોની મદદથી લાંબી દુરીની યાત્રાઓ ખુબ જ ઓછા સમયમાં પુરી કરી શકાય છે. જોકે ફાઇટર જેટમાં તેનો ઉપયોગ ખતરનાક હોઇ શકે છે.

આ પણ વાંચોઃ જિનપિંગ સરકાર ચીનમાં વિરોધના અવાજને દબાવવા પોલીસે વિરોધ કવર કરી રહેલા તેના પત્રકારને માર્યો માર

Back to top button