ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ભાવનગર ખાતે ચાઇનાએ મોકલ્યો “કોરોના વાયરસ”

ચીનમાં કોવિડ-19ની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આવનારા કેટલાક મહિનામાં કોવિડથી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. તથા એનપીઆરનો રિપોર્ટ કહે છે કે ચીનમાં કોરોનાથી મરનારની સંખ્યા પાંચ લાખ થઈ શકે છે, પરંતુ ચીનમાં વર્તમાન સમયનો આંકડો આ સંખ્યાથી ઘણો ઓછો છે. તથા ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

આ પણ વાંચો: સાવધાન: ગુજરાતના આ શહેરમાં કોરોનાના બી.એફ.7 વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો

34 વર્ષીય યુવાન ચીનથી ભાવનગર આવ્યો

સ્થિતિની ગંભીરતા જોતા ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાને લઈને રાજ્ય સરકાર આયોજનમાં લાગી છે. ત્યારે ભાવનગરમાં ચીનથી આવેલો યુવક કોરોના સંક્રમિત થયો છે. જેમાં કોરોના પોઝિટિવ આવતા યુવક હોમ આઈસોલેશનમાં છે. સાથે જ BF.7 ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે. જેમાં બે દિવસ પૂર્વે 34 વર્ષીય યુવાન ચીનથી ભાવનગર આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું

ભાવનગર શહેરમાં ચીનથી આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું છે. જેમાં ચીનથી પરત આવેલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા યુવકને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે. જેમાં યુવકના પોઝિટિવ લક્ષણો જણાવતા BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ચીનમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ભારત સરકાર હરકતમાં આવી છે અને તેના પગલે ગુજરાતની નવી ચૂંટાયેલી સરકાર પણ સંબંધિત પગલાં લેવાના આયોજનમાં લાગી છે. મીડિયા અહેવાલો અનુસાર, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોરોના મામલે બેઠક મળવાની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા બહુ ઓછી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છે, ‘ગોગો’ પાઇપ તથા અન્ય ચીજો મળી – કોંગ્રેસ નેતા

20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના માત્ર બે કેસ નોંધાયા

ગુજરાતમાં આરોગ્ય વિભાગની યાદી અનુસાર, 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના માત્ર બે કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 20 કેસ સક્રિય છે. યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 11,043 લોકોનાં મોત થયાં છે. તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી છે.

Back to top button