શી જિંનપિંગને તાનાશાહ ગણાવતા બાઇડેનના નિવેદન પર ચીને આપી પ્રતિક્રિયા; જાણો શું કહ્યું
નવી દિલ્હી: ચીનની સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શી જિનપિંગને ‘સરમુખત્યાર’ ગણાવ્યા પર પ્રતિક્રિયા આપી છે.
ચીને આ નિવેદનને એકદમ ‘વાહિયાત’ અને ‘બેજવાબદાર’ ગણાવ્યું છે.
જો બાઇડેને કેલિફોર્નિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ‘સરમુખત્યાર’ કહ્યા હતા.
ખાસ વાત એ છે કે જો બાઇડેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો હતો.
આ પણ વાંચો- હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા બાઇડેનના નિવેદનને “ખુલ્લી રાજકીય ઉશ્કેરણી” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે આ નિવેદન ચીનના શિષ્ટાચાર અને રાજકીય પ્રતિષ્ઠાની વિરુદ્ધ છે.
તેમણે કહ્યું કે શી જિનપિંગને સરમુખત્યાર કહેવાનો વિચાર વાહિયાત છે.
બાઇડેને શું કહ્યું?
મંગળવારે રાત્રે એક ફંડ રેઈઝરમાં યુએસ પ્રમુખે કહ્યું કે શી જિનપિંગ ચીનના જાસૂસી બલૂનને લઈને ચાલી રહેલા તણાવથી શરમ અનુભવે છે જેને યુએસ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, “એટલે જ શી જિનપિંગ ખૂબ જ નારાજ થઈ ગયા જ્યારે મેં જાસૂસી સાધનોથી ભરેલા બલૂનને નીચે પાડ્યો હતો. શું તેમને ખબર નહોતી કે તે ત્યાં (અમેરિકા) હતો.”
જો બાઇડેને કહ્યું, “સરમુખત્યારો માટે આ ખૂબ જ શરમજનક બાબત છે. જ્યારે તેઓ જાણતા નથી કે શું થયું છે.”
આ પણ વાંચો- મણિપુર હિંસા: 10 વિપક્ષી પાર્ટીઓનો PM મોદીને પત્ર; તેમના મૌન પર ઉઠાવ્યા પ્રશ્ન