ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

ચીન ઘેરી મંદીની અસરમાં લપેટાયું, બેરોજગારી દર વધ્યો

  • ચીનનું શેરબજાર છેલ્લા 5 વર્ષથી સૌથી નીચા સ્તરે
  • ચીન વિશ્વની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ વેચાવાના આરે

ચીન, 30 જાન્યુઆરી: દુનિયાના અનેક દેશો વિકાસ તરફ ચાલી રહ્યા છે અને ભારત પણ લગભગ 7% ના દરે વિકાસ કરી રહ્યું છે, તો બીજી બાજુ પાડોશી દેશ ચીન લગભગ છેલ્લા પાંચ વર્ષથી સૌથી ખતરનાક મંદીનો સામનો કરી રહ્યો છે. ચીનનું હાઉસિંગ સેક્ટર છેલ્લા ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં છે. ચીનની વિશ્વની સૌથી મોટી રિયલ એસ્ટેટ ગણાતી કંપની Evergrande વેચાવાના આરે છે. હોંગકોંગની કોર્ટે કંપનીને મિલકત વેચીને લોન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કંપની 24 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગઈ છે. ચીનના શેરબજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીનના યુવાનોમાં બેરોજગારી જોવા મળી રહી છે. ત્યારે ચીનની સરકાર સ્થિતિ છુપાવવા માટે આંકડાઓમાં પણ છેડછાડ કરી રહી છે.

ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની વેચાઈ શકે

ચીનની વિશ્વની સૌથી મોટી રિયલ એસ્ટેટ ગણાતી કંપની ભારે નુકસાનમાં ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર એવરગ્રાન્ડ કંપની પર 24 લાખ કરોડ રુપિયાનું દેવું થઈ ગયું છે. જેના કારણે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષમાં 50 થી વધુ ચાઈનીઝ રિયલ એસ્ટેટ ડેવલપર્સે લોનની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું છે. સોમવારે કોર્ટના આદેશ બાદ Evergrandeના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ પછી સ્ટોક એક્સચેન્જમાં શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે.

9 વર્ષથી ખરાબ હાલમાં પ્રોપર્ટી માર્કેટ

ગયા વર્ષે ચીનનો સત્તાવાર GDP વૃદ્ધિ દર 5.2 ટકા હતો, જે કોરોના સમયગાળાને બાદ કરતાં દાયકાઓમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. ચીનના જીડીપીમાં રિયલ એસ્ટેટનો હિસ્સો 30 ટકાની નજીક છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલા સંકટને કારણે ચીનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. ચીનનું પ્રોપર્ટી માર્કેટ 9 વર્ષમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટ અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાયું છે. ચીનના બેંકિંગ સેક્ટરમાંથી પણ સારા સમાચાર નથી આવી રહ્યા. તે જ સમયે, ચીનનું શેર બજાર 5 વર્ષમાં તેના સૌથી નીચલા સ્તરે છે.

ચીનમાં બેરોજગારી વધશે

Evergrande કંપનીના નુકસાન અને દેવામાં ડુબવાના કારણે ચીનના અર્થતંત્રની ચિંતા વધી છે. એવરગ્રાન્ડમાં લગભગ 2 લાખ કર્મચારીઓ કામ કરે છે. જો કંપની વેચાઈ જાય છે તો આ 2 લાખ કર્મચારીઓ પણ બેરોજગાર થઈ જશે. ચીનની રિયલ એસ્ટેટમાં મંદીના કારણે અનેક ડેવલોપર બેરોજગાર બન્યા છે.

આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના માર્કેટ કેપમાં અધધધ રૂ.1020000000000 નો વધારો નોંધાયો

Back to top button