ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનની અવરચંડાઈ, પેંગોંગ તળાવ પાસે સૈન્ય અભ્યાસ માટે ઉતરી ચીની સેના, વીડિયો આવ્યો સામે

Text To Speech

ભારત અને ચીન વચ્ચેની નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે બન્ને દેશો વચ્ચે સતત  બેઠકો ચાલી રહી છે.  તો બીજી તરફ ચીન નાપાક હરકતો કરવાથી ઊંચું આવી રહ્યું નથી. હવે ચીની સેનાએ પેંગોંગ લેક પાસે સૈન્ય કવાયત હાથ ધરી છે. જે તણાવનું કેન્દ્ર બન્યું છે. ચીનની આ કાર્યવાહીનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

 

ચીનની નાપાક હરકત 

ભારત સાથે સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત બાદ ચીની સેનાની કવાયતનો આ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકો પેંગોંગ લેક પાસે સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. વીડિયોમાં ચીની સેનાના હેલિકોપ્ટર પણ પેંગોંગ તળાવ પર ઉડતા જોવા મળે છે.

 સૈન્ય અભ્યાસ શરુ કર્યો

ચીનના સૈન્ય અભ્યાસનો આ વીડિયો હાલનો જ હોવાનું જણાવાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સેનાએ હાલમાં જ પેંગોંગ લેક પાસે સૈન્ય અભ્યાસ કર્યો હતો અને બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત બાદ હવે તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. પેંગોંગ સરોવર પાસે ચીની સૈન્ય કવાયતને લીધે નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાના પ્રયાસોને ઝટકો લાગી શકે છે

કમાન્ડર સ્તરની અત્યાર સુધીમાં 16 બેઠકો થઇ 

નોંધપાત્ર વાત એ છે કે લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચેના તણાવને ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. બે દિવસ પહેલા જ મોલ્ડોમાં બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. બંને દેશોની સેનાઓ વચ્ચે અત્યાર સુધીમાં કમાન્ડર સ્તરની 16 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.

Back to top button