ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીને અમેરિકાને અંતરિક્ષમાં પાછળ છોડ્યુ, શક્તિશાળી રોકેટનું કર્યું સફળ પરીક્ષણ

Text To Speech

જળ, જમીન અને અવકાશમાં પોતાની શક્તિ વધારનાર ચીન હવે અંતરિક્ષમાં પોતાનો દબદબો સથાપિત કરવા માંગે છે. તાજેતરના વર્ષોમાં, ચીને તેના અવકાશ કાર્યક્રમોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. 2030 સુધીમાં ચીન અમેરિકાને પછાડીને અંતરિક્ષમાં પોતાનુ વર્ચસ્વ બનાવવા માંગે છે. આ દિશામાં એક પગલું ભરતાં ચીનની એક ખાનગી કંપનીએ આજે ​​(12 જુલાઈ) મિથેન લિક્વિડ ઓક્સિજન રોકેટનું સફળ પરીક્ષણ કર્યું. આ વિશ્વનું પ્રથમ મિથેન લિક્વિડ ઓક્સિજન રોકેટ છે. ચીને આ રોકેટને ઉત્તર-પશ્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ સેન્ટરથી સવારે 9 વાગ્યે લોન્ચ કર્યું છે.

ચીની ખાનગી સ્પેસ કંપનીનો આ બીજો પ્રયત્ન

આ મામલામાં ચીને અમેરિકાને પાછળ છોડી દીધું છે. અમેરિકા પણ મિથેન લિક્વિડ ઓક્સિજન રોકેટ બનાવવાની કોશિશ કરી રહ્યું હતું. ચીનના આ રોકેટનું નામ જૂક્યૂ કેરિયર રોકેટ છે. આ રોકેટ નિર્ધારિત માપદંડો અનુસાર ખરુ સાબિત થયું છે. બેઇજિંગ સ્થિત ચીની ખાનગી સ્પેસ કંપની લેન્ડસ્પેસ દ્વારા રોકેટ પ્રક્ષેપણનો આ બીજો પ્રયાસ હતો. તેણે ડિસેમ્બર 2022માં પહેલો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો.

માનવયુક્ત સ્પેસ સ્ટેશનનું નિર્માણ શરૂ કરશે ચીન

ચીન અંતરિક્ષની અનેક યોજનાઓ પર કામ કરી રહ્યું છે. બેઇજિંગ આવતા વર્ષે પોતાના માનવયુક્ત સ્પેસ સ્ટેશનનું નિર્માણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા પણ ચીને એક ઈતિહાસ રચ્યો હતો. ત્યારપછી ચીને પોતાની તાકાત બતાવીને સમુદ્રમાં જહાજ દ્વારા સફળતાપૂર્વક રોકેટ છોડ્યું. વાસ્તવમાં આ રોકેટ લોન્ચિંગ પોતાનામાં ઐતિહાસિક હતું. કારણ કે આ પહેલીવાર હતું જ્યારે ચીને આ રીતે રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી હતી.

આ નાનું રોકેટ, જે ગમે ત્યાંથી પ્રક્ષેપણ કરવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું, તેમાં સાત ઉપગ્રહો (બે ટેક્નોલોજી ટેસ્ટ સેટેલાઇટ અને પાંચ કોમર્શિયલ સેટેલાઇટ) હતા. ચીન આમ કરનાર ત્રીજો દેશ બની ગયો છે. અગાઉ અમેરિકા અને રશિયાએ આ સિદ્ધિ મેળવી હતી.

 

આ પણ વાંચો: ચીનને પછાડી ભારત બન્યું વિશ્વમાં રોકાણ કરવા માટેનું સર્વશ્રેષ્ઠ સ્થાન, મળ્યો 72 % રેન્ક

Back to top button