ચીને બનાવી વિશ્વની સૌથી શક્તિશાળી કોઇલ ગન; 0.05 સેકન્ડમાં 700 કિમીની સ્પીડે દાગ્યો ગોળો


ઇન્ટરનેશન ડેસ્ક: ચીન પર હંમેશા યુદ્ધ સાથે જોડાયેલા હથિયારો બનાવવાનો નશો ચઢેલો રહે છે. એક વખત ફરીથી ચીન પોતાની સૈન્ય તાકાત વધારવા માટે નેવીમાં એક નવો ખતરનાક હથિયાર સામેલ કરવા જઇ રહ્યું છે. ચીની નેવીએ વિશ્વની સૌથી શક્તિશાળી કોઇલ ગન તૈયાર કરી છે અને તેનું સફળ પરીક્ષણ પણ કરી લીધું છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર શક્તિશાળી કોઇલ ગન એક રીતની ઇલેક્ટ્રોનિક મેગ્નેટ પર ચાલતી ગન છે. આ વિજળીની ગતિથી ચાલનારૂ હથિયાર છે, જે ચોકસાઈ સાથે પ્રોજેક્ટાઈલ્સ લોન્ચ કરવામાં સક્ષમ છે.
આ પણ વાંચો-ગંગા નદીમાં ‘રામ’ લખેલો પથ્થર તરતો જોવા મળ્યો, લોકોની ભારે ભીડ ઉમટી, જૂઓ VIDEO
કોઇલ ગને 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગોળાથી ફાયર કર્યું હતું. તે પણ માત્ર 0.05 સેકન્ડની અંદર 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી છે. આ વિશ્વનું પ્રથમ સૌથી ભઆરે પ્રોજેક્ટાઇલ કોઇલ ગન એક્સપેરિમેન્ટ માનવામાં આવી રહ્યું છે, તેની સ્પીડ એટલી વધારે છે કે, જે કોઇ પણ દરિયાઇ તટથી કોઇ પણ ટાર્ગેટને કેટલાક કિલોમીટર દૂરથી નિશાન બનાવી શકે છે.

કોઇલ ગનને ગોસ ગન અથવા મેગ્નેટિક એક્સીલેટરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. હથિયારમાં બંદૂકની બેરલ સાથે જોડાયેલી કોઇલ્સની એક સિરીઝ હોય છે, જેમાંથી દરેક એક સ્ટેજનું નિર્માણ કરે છે. દરેક કોઇલને એક મેગ્નેટિક એરિયા બનાવવા માટે એક પછી એક એક્ટિવ કરવામાં આવે છે. આ કોઇલ ગનને ચીની નૌસેના પીપુલ્સ લિબરેશન આર્મી નેવી ઓપરેટ કરી રહી છે, જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચર લાગેલા છે, જે ગોળાની સ્પીડને કેટલાક ગણી વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો-ઉત્તરી કાશ્મીરના બાંદીપોરામાં આતંકી નેટવર્કનો પર્દાફાશ, મહિલા સહિત 2 આતંકીઓની ધરપકડ