ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

ચીને તો આકાશમાં જ બનાવી દીધું ફૂટબૉલનું ગ્રાઉન્ડ, વીડિયો થયો વાયરલ

Text To Speech

ચીન, 22 ફેબ્રુઆરી: વિશ્વના તમામ દેશો પોતપોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અવનવા પ્રયાસો કરતા રહે છે. દરેક વ્યક્તિ પોતાના દેશમાં અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા વિશે વિચારે છે જે લોકોને આકર્ષી શકે અને તેમના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપી શકે. આ વિચાર સાથે ચીને અલગ-અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કર્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ થયા છે. હવે ચીને એક એવું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવ્યું છે કે જેને જોતા જ નવાઈ લાગે છે કે આ કેવી રીતે થયું. આ ફૂટબોલ ગ્રાઉન્ડ પર ફક્ત તે જ રમી શકે છે જેને સહેજ પણ ડર લાગતો નથી.

ચીને આકાશમાં બનાવ્યું ફૂટબોલ ગ્રાઉન્ડ

ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી દરેક વ્યક્તિને નવાઈ લાગે તેવો છે. વીડિયોમાં તમને ફૂટબોલ ગ્રાઉન્ડ જોવા મળશે. પરંતુ નવાઈની વાત એ છે કે આ ગ્રાઉન્ડને જમીન પર નહીં પરંતુ આકાશમાં બનાવવામાં આવ્યું છે. આ ફૂટબોલના ગ્રાઉન્ડને બે પહાડો વચ્ચેની બાકી રહેલી જગ્યા પર નેટની મદદથી બનાવવામાં આવ્યું છે. વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે કેટલાક લોકો જમીન પર રમતા હોય તેવી રીતે આ આકાશમાં બનેલા ગ્રાઉન્ડમાં મસ્તી સાથે રમી રહ્યા છે. આ વીડિયો ચીનના ઝેજિયાંગનો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

 

વીડિયો જોઈ લોકોએ શું કહ્યું?

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gunsnrosesgirl3 નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2 લાખ 72 હજાર લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “વાહ, શું ગેમ છે.” બીજા યુઝરે લખ્યું, “મારામાં આવું કરવાની હિંમત નથી.” અન્ય યુઝરે પૂછ્યું, “જો તે પડી જાય તો?”

આ પણ વાંચો: સચિન તેંડુલકરનું નામ આકાશમાં ગૂંજી ઊઠ્યું, જૂઓ વીડિયો

Back to top button