નેશનલ

ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે પણ સરકાર છુપાવી રહી છે તવાંગ મુદ્દો, રાહુલ ગાંધીએ માર્યા ચાબખા

Text To Speech

ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર રાહુલ ગાંધીએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં  તેમણે ચાબખા માર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે મહાત્મા ગાંધીના માર્ગે ચાલે છે. ભાજપ ભારત જોડો યાત્રા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસ વિચારધારાની પાર્ટી છે, જેઓ ભાજપના દબાણમાં છે તેઓ દૂર જાય તો સારું. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ચીનના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે.  તવાંગ મુદ્દાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશની સરકાર ઉંઘી રહી છે અને ચીને યુદ્ધની તૈયારી કરી લીધી છે.

રાજસ્થાનની સ્થિતિ વિશે શું કહ્યું ?

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે. અહીં રેટરિક ઓછા અને ચર્ચા વધુ છે, જે સારી વાત છે. માત્ર રાજસ્થાન જ નહીં, અન્ય રાજ્યોમાં પણ આવું થાય છે. પરંતુ, નેતાઓની બયાનબાજીથી પક્ષને નુકસાન ન થવું જોઈએ, જો આવું થાય તો અમે પગલાં લઈશું. કોંગ્રેસ પાર્ટી વિચારધારાની પાર્ટી છે, લોકોને વાણી સ્વતંત્રતા છે, અમે તેમને ડરાવીને ચૂપ નથી કરતા. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસના કાર્યકરોની કોઈ કમી નથી. રાજ્યની બે-ત્રણ યોજનાઓ એવી છે કે લોકો તેની વાતો કરે છે. લોકો ચિરંજીવી યોજના અને શહેરી મનરેગા યોજનાને સારી યોજનાઓ કહી રહ્યા છે.

બીજેપી નેતાનો રાહુલ પર પ્રહાર

બીજેપી નેતા રાજ્યવર્ધન રાઠોડે ચીન મુદ્દે થયેલા હુમલા બાદ રાહુલ ગાંધી પર કહ્યું કે જ્યારે ભારતે ચીનને 37,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગુમાવ્યો ત્યારે રાહુલના દાદા સૂતા હતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી 135 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રાહુલ ગાંધી ચીનની એટલી નજીક આવી ગયા છે કે તેઓ જાણે છે કે તેઓ આગળ શું કરવાના છે.

રાહુલને ગંભીરતાથી ન લેવો જોઈએ

વધુમાં આ મુદ્દે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધીને ગંભીરતાથી ન લેવા જોઈએ. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી પૈસા લીધા, તે એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. પંડિત નેહરુ અને કોંગ્રેસના શાસનમાં આપણી જમીન ચીનમાં કેવી રીતે ગઈ તે બધા જાણે છે.

Back to top button