ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

ડ્રેગન નહિ સુધરે! જાપાનના હવાઈ ક્ષેત્રમાં ચીનની દખલગીરી

Text To Speech

જાપાન – 27 ઑગસ્ટ : ડ્રેગન હવે જાપાનના હવાઈ ક્ષેત્રમાં દખલગીરી કરી રહ્યું છે. સોમવારે જાપાને જ આ વિશે માહિતી આપી હતી અને એવું કહ્યું હતું કે ચીનના વિમાને અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ વિષય પર જાપાન સરકારે ચીનના કાર્યકારી રાજદૂતને જાણ કરી વિરોધ નોંધાવ્યો છે.

જાપાન મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સોમવારે સવારે 11.29 વાગ્યે Y-9 વિમાને ઈસ્ટ ચાઈના સીમાં નાગાસાકી ખાતે દાંજો દ્વિપો પાસે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. જાપાને કહ્યું કે, ચીનનું વિમાન તેના હવાઈ સીમામાં લગભગ 2 મિનિટ સુધી રોકાયુ હતું. જેના લીધે ઈમરજન્સી સ્થિતિમાં જાપાને તેના ફાઈટર વિમાનો પણ તૈનાત કર્યા હતા. જાપાનના મીડિયા સૂત્રો અનુસાર, આ ઘટનાના લીધે બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ક્ષેત્રમાં અને તાઈવાન સાથે ચીનની વધતા તણાવના કારણે અમેરિકા અને તેના સહયોગીઓની ચિંતા વધી છે. જાપાન પણ ભારત, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકા સાથે QUAD ગ્રૂપનો હિસ્સો છે.

ઉત્સુરી આઈલેન્ડ, મિનામીકોજિમા અને કિતાકોજીમા વિવાદિત ટાપુઓને ચીનમાં દિયાયુ તરીકે ઓળખવામાં આવે છે.  જાપાનની સત્તા હેઠળના ચાઈના સીમાં સનકાકૂ દ્વિપો પર ચીન દાવો કરે છે. આ મામલે ચીન તથા જાપાનની નૌકાઓ વચ્ચે અવારનવાર મતભેદો પણ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : મેઘતાંડવના કારણે ટ્રેનો રદ કરાઈ; રૂટ બદલાયા, જુઓ આખું લિસ્ટ

Back to top button