આંતરરાષ્ટ્રીયચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ચીને ભારતની જમીન ઉપર કબજો કર્યો નથીઃ વિદેશમંત્રીનો વિપક્ષને જવાબ

  • વિપક્ષે કરેલા આરોપનો વિદેશમંત્રીએ આપ્યો જવાબ
  • કહ્યું, નથી કર્યું ચીને અતિક્રમણ ભારત પર
  • એસ. જયશંકર પાર્ટીમાટે કરી રહ્યા છે જોરદાર પ્રચાર

પુણે, 13 એપ્રિલ: ભારત અને ચીનના સંબંધોમાં સીમા બાબતે અવાર-નવાર તણખલા ઉડતા રહે છે. હાલમાં ચાલી રહેલા ચુંટણીના માહોલમાં વિપક્ષ દ્વારા આ બાબતે સરકાર પર પ્રહાર કર્યો હતો કે ચીને ભારત પર કરેલા અતિક્રમણ પર જવાબ આપવો જોઈએ. પુણેમાં યોજાયેલી મીટમાં જયશંકરે આ વિશે જવાબ આપતા કહ્યું હતું કે ચીને ભારતની જમીન પર કોઈ કબ્જો કર્યો નથી પણ હાલમાં સીમા પર સ્થિતિ સંવેદનશીલ છે. પત્રકારો સાથે વાત કરતા વિદેશમંત્રીએ કહ્યું હતું કે એલઓસી પર બંને દેશોએ ક્યારેય એલોસી પર ક્યારેય સૈનિકો નથી ખડક્યા. બંને દેશોની સેનાઓ તેનાથી ઘણે દુર તૈનાત હતી. પરંતું 2020માં ચીને કેટલીક જગ્યાઓ પર પોતાની સેનાને આગળ વધારી હતી. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ ચીનની ભાષામાં જવાબ આપ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે સીમા બાબત સ્થિતિ સંવેદનશીલ અને વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે પણ અતિક્રમણ નથી થયું.

વિપક્ષને વળતો જવાબ

એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રધાનમંત્રી મોદીને ચીને ભારત પર અતિક્રમણ કર્યું છે તેના પર પીએમ મોદી પર નિશાન સાધીને સરકારે શું પગલા ભર્યા તે બાબતે જવાબ માંગ્યો હતો. એસ જયશંકરે કહ્યું હતું. કે, ચીને આપણી જમીન પર કબ્જો નથી કર્યો પરંતુ ચીને પોતાના સૈનિકોને એલોસીની પાસે આવેલા પહાડી વિસ્તારના ઉપરાના ભાગમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેના જવાબમાં ભારતીય સૈનિકોએ ચીનને તેના જ અંદાજમાં જવાબ આપ્યો હતો. હાલમાં સીમા પર સ્થિતિ સંવેદનશીલ છે.

લોકસભા ચૂંટણી લડવા વિશે

લોકસભા ચૂંટણી લડવા પર એસ.જયશંકરે કહ્યું કે, આ પ્રકારની બાબતો માટે તમે પાર્ટી નેતૃત્વને પ્રશ્નો ન પુછી શકો, તમે પાર્ટીને નિર્ણય કરવાનો હક આપો છો કે તમારા માટે સૌથી સારુ શું છે? હું પાર્ટીમાં માટે હાલમાં જોરદાર પ્રચાર કરી રહ્યુો છું અને જે પણ શહેરમાં હું જાઉં છું ત્યાં આ પ્રકારની વાતો વહેતી થવા લાગે છે.જેમ બેંગ્લોરમાં થયું અને હવા ફેલાવાઈ કે હું બેંગ્લોરથી ચૂંટણી લડી રહ્યો છું. ભારતની ચૂંટણીમાં દખલગીરી કરનાર અને વિવાદિત ટિપ્પણી કરનાર વિશ્વના દેશો પર તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ દેશને ભારતની આંતરિક બાબત પર દખલઅંદાજી કરવાનો કોઈ હક નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાત ખુબ જ સ્પષ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  ઇઝરાયેલ પર ઇરાન હુમલો કરવાની કરી રહ્યું છે તૈયારી: US પ્રમુખ બાઈડનની ચેતવણી

Back to top button