ચીનમાં એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. ઉત્તરપૂર્વ ચીનમાં બુધવારે એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 17 લોકોના મોત થયા છે જયારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
A restaurant fire killed 17 and injured three on Wednesday in the city of #Changchun, northeast China's Jilin Province, according to local authorities. pic.twitter.com/o0VB6g0Z4Y
— Ifeng News (@IFENG__official) September 28, 2022
Fire breaks out at a restaurant in Northeast China, 17 dead, 3 injured https://t.co/3BzWmBx929
— Newslead India (@NewsleadIndia) September 28, 2022
ચીનના ચાંગચુન શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાંગચુન શહેરની એક રેસ્ટોરન્ટમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 12:40 વાગ્યે આગ લાગી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ પીડિતોની સંભાળ રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.