હિંદ મહાસાગરમાં લાચાર બન્યું ચીન, ડૂબેલ જહાજને શોધવા ભારતે મોકલ્યા વિમાન!
ભારતીય નૌકાદળે બુધવારે ચીની નૌકાદળની વિનંતી પર હિંદ મહાસાગરમાં ડૂબી ગયેલા ચાઈનીઝ ફિશિંગ જહાજને શોધવામાં મદદ કરી હતી. 17 ચીની ક્રૂ મેમ્બર્સ, 17 ઇન્ડોનેશિયન અને પાંચ ફિલિપિનો સહિત 39 લોકો ડૂબી ગયેલ જહાજમાં સવાર હતા. મંગળવારથી હિંદ મહાસાગરના મધ્ય વિસ્તારમાં ડૂબી ગયેલા જહાજ Lu Peng Yuan Yu 028 ને બચાવવા માટે ચીને ભારત સહિત અનેક દેશો પાસેથી મદદ માંગી હતી.
ભારતે કેમ કરી ચીનની મદદ?
ગુરુવારે એક નિવેદનમાં, ભારતીય નૌકાદળે કહ્યું કે તેણે ડૂબી ગયેલા ચાઈનીઝ માછીમારી કરતા જહાજને બચાવવા માટે દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની “એર એમઆર એસેટ્સ” તૈનાત કરી છે. આ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ નેવીએ P-8i એરક્રાફ્ટને પણ તૈનાત કર્યુ છે. આ એરક્રાફ્ટે ખરાબ હવામાન છતાં ઉડાન ભરી હતી. ભારતીય નૌકાદળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, P8I એરક્રાફ્ટે પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિ હોવા છતાં ઘણી વધુ વ્યાપક શોધ હાથ ધરી છે અને ડૂબી ગયેલા જહાજ સાથે સંબંધિત ઘણી વસ્તુઓ શોધી કાઢી છે. તાત્કાલિક પ્રતિક્રિયા તરીકે, PLA(N) જહાજોની વિનંતી પર ભારતીય એરક્રાફ્ટ દ્વારા ઘટના સ્થળે SAR સાધનો તૈનાત કરવામાં આવ્યા હતા.
શું કહ્યુ ચીની મિડિયાએ?
તે જ સમયે, ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સની શોધ કરતા ગુરુવારે 2 શબ મળી આવ્યા હતા. જો કે ગુરુવારે મળેલા બંને મૃતદેહોની નાગરિકતા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં 900 નોટિકલ માઈલ દક્ષિણમાં ડૂબી ગયું છે.
આ પણ વાંચો: કોણ છે અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન મૌલવી અબ્દુલ કબીર? ભારતને કેટલી અસર?