સ્પાય બલૂન મુદ્દે ચીન અને અમેરિકા સામ-સામે, US વ્હાઇટ હાઉસે આપ્યો વળતો જવાબ
સ્પાઈ બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ વક્રવાની સંભાવના છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયરે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને શંકાસ્પદ ચીની સ્પાઈ બલૂન વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ આ મામલે રાષ્ટ્રપતિને સતત અપડેટ કરી રહી છે. ચીનના સ્પાય બલૂન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અમેરિકાનો દાવો છે કે તેમના પરમાણુ પ્રક્ષેપણ સ્થળ ઉપર ચીનનો સ્પાઈ બલૂન જોવા મળ્યો હતો. જો કે ચીને આ અંગે સ્પષ્ટતા પણ રજૂ કરી છે.
આ પણ વાંચો : કેનેડા અને અમેરિકાના ઘણા રાજ્યોમાં ઠંડીનો પારો માઇન્સ 17 ડિગ્રીથી પણ નીચે પહોંચશે
બાઈડન સુરક્ષા ટીમના સંપર્કમાં છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરાઈન જીને એક અનૌપચારિક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ જો બાઈડનને 31 જાન્યુઆરીએ સ્પાઈ બલૂન વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા ટીમ તરફથી નિયમિત બ્રીફિંગ અને અપડેટ્સ પ્રાપ્ત કરી રહ્યા છે. હું માત્ર એજ કહેવા માંગુ છું કે જે આ અગાઉ પેન્ટાગો કહ્યું હતું. જેમ તમે બધા જાણો છો, અમે યુએસ પર એક સ્પાઈ બલૂન શોધી કાઢ્યું છે અને તેના પર સતત નજર રાખી રહ્યા છીએ. તે જમીન પરના લોકો માટે લશ્કરી અથવા ભૌતિક ખતરો નથી.”
સ્પાઈ બલૂન કેટલો જોખમી છે?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સ્પાઈ બલૂન પર સંક્ષિપ્ત જાણકારી પછી, યુએસ પ્રમુખ જો બાઈડને સૈન્યને વિકલ્પ રજૂ કરવા કહ્યું હતું. ઉત્તરી કમાન્ડના કમાન્ડર સહિત લશ્કરી અધિકારીઓએ સલામતી અને જમીન પરના લોકો માટે જોખમને કારણે ઝડપથી કાર્યવાહી ન કરવાનું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો : World Cancer Day : બલ્ડ કેન્સરની સારવાર લેતા દર્દીને ડૉક્ટર બનાવી આ રીતે આરોગ્ય મંત્રી વધાર્યું મનોબળ
બ્લિંકનની મુલાકાત પર વ્હાઇટ હાઉસે શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીની સંમતિ બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીનની મુલાકાત રદ કરવામાં આવી હતી. સામાન્ય સહમતિ હતી કે ચીન પ્રવાસ કરવો યોગ્ય નથી. સ્પાઈ બલૂન અંગે ચીનની સ્પષ્ટતા અફસોસજનક છે. અમેરિકાના આકાશમાં ચીની સ્પાઈ બલૂન અંગે તેમણે કહ્યું કે તે આપણી સંપ્રભુતા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે સ્વીકાર્ય નથી.
ચીને શું આપી સ્પષ્ટતા?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડનના નેતૃત્વમાં અમે ચીનને હરાવવા, અમારી રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા અને પહેલા કરતા વધુ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવા માટે તૈયાર છીએ. જણાવી દઈએ કે, સ્પષ્ટતા આપતા ચીને કહ્યું હતું કે તે એક સિવિલ બલૂન છે, જેનો ઉપયોગ સંશોધન માટે અને મુખ્યત્વે હવામાન વિજ્ઞાનના હેતુઓ માટે થાય છે. તે આકસ્મિક રીતે અમેરિકન એરસ્પેસમાં ગયો.