બનાસકાઠાં જિલ્લાના કાંકરેજ તાલુકામાં એક ગોઝારી દુર્ધટના બની છે. શિહોરી ખાતે આવેલ બાળકોની હની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. તેમજ મળતી માહિતી મુજબ, આઈસીયુમાં એડમીટ ત્રણમાંથી એક બાળકનું મોત થયું છે. અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરી ખાતે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હાલ શોટ-સર્કીટ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : હાઇકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર ગુજરાત સરકાર પાસેથી જવાબ મંગાવ્યો, PIL પર પ્રતિબંધની માંગણી કરી
હોસ્પિટલ તંત્ર સામે પ્રશ્નો
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં હાવ. હોસ્પિટલ સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના સમયે ડોક્ટક હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં લોકો સાથે તેમનું વર્તન યોગ્યા ન હતું. આવો આક્ષેપ ગ્રામજનો દ્વારા લગાવામાં આવી રહ્યા છે. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
હોસ્પિટલના ડોક્ટરની મનમાનીના આક્ષેપ
શિહોરીમાં આવેલ હની હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમા આગ લાગવાની ઘટના સમયે ડોક્ટર હાજર ન હોવાથી ડોક્ટરને બોલાવા લોકો તેના ઘરે જતા ડોક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવાને ગ્રામજનોનો આક્ષેપ છે. આ દુર્ધટનામાં આઇસીયુમાં એડમીટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયુ છે.
ડોક્ટરને બદલવાની માંગ સાથે લોકોનો વિરોધ
શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પહેલા તો ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા લગાવ્યાં છે. જેને લઈ ડોક્ટર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક એડમિટ ન કરતાં અને ડોક્ટર દ્વારા મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવાની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠાં થયા હતા. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માંગ કરી હતી.