ઉત્તર ગુજરાતગુજરાત

રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત ડીસા તાલુકામાં 84 હજાર બાળકોને રસી અપાશે

Text To Speech

પાલનપુર, 21 જૂન 2024, રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત ડીસા તાલુકા આરોગ્ય કચેરીના તાબા હેઠળના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 23 જૂનને રવિવારના રોજ બુથ પર અને સોમવાર અને મંગળવારે ઘરે-ઘરે જઈને 0 થી 5 વર્ષની વયના 80412 બાળકોને રસીકરણ કરવામાં આવશે. દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ પલ્સ પોલિયો નાબૂદી અભિયાન 23 જૂનના રોજ યોજવામાં આવે છે.આ વર્ષે રસીકરણ દિવસ નિમિત્તે પ્રથમ દિવસે ડીસા તાલુકાના 250 થી વધુ બૂથ પર 1050 આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો 80412 બાળકોને પોલિયો વિરોધી રસીના બે ડોઝથી સુરક્ષિત કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

સમગ્ર રસીકરણ કાર્યક્રમનું 50 સુપરવાઇઝર નિરીક્ષણ કરશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સોલંકીની સૂચના મુજબ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકામાં તા.23 જૂને IPPI કાર્યક્રમમાં કુલ 250 બુથ અને 2 પરિવહન પોલિયો નાબૂદી ઝુંબેશ અંતર્ગત તાલુકાના 0 થી 5 વર્ષના 80412 બાળકોને પોલિયો વિરોધી રસી પી.એ.કેન્દ્રમાં અને ડીસાના 2 અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારમાં બે ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારબાદ 24 અને 25 જૂન સુધી આરોગ્ય કર્મચારીઓની 500 ટીમો દ્વારા પોલિયોની રસીકરણ કરવામાં આવશે સમગ્ર રસીકરણ કાર્યક્રમનું 50 સુપરવાઇઝર નિરીક્ષણ કરશે. તમામ કામગીરી તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે પાર પાડવામાં આવશે.

આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Back to top button