ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

બાળકોએ લૂંટી બેંક, પેરેન્ટ્સને ખબર પણ ન પડી, પોલીસે પોસ્ટર છપાવ્યા ત્યારે વાલીઓ જોઈને સ્તબ્ધ થઈ ગયા!

Text To Speech

અમેરિકા, 24 માર્ચ : તમે ઘણીવાર જોયું હશે કે બાળકો રમવાના શોખીન હોય છે. તક મળતાં જ તેઓ રમવા માટે નીકળી જાય છે. કેટલાક બાળકોને ઇન્ડોર ગેમ્સ ગમે છે તો કેટલાક તોફાની બાળકો નકલી બંદૂક વડે હિંસક રમતો પણ રમે છે. જો કે, આ માત્ર એક રમત છે અને તેમાં કોઈને નુકસાન થતું નથી. આજે અમે તમને એવા કેટલાક બાળકોની વાત જણાવીશું જેમણે સમય પસાર કરવા માટે બેંક લૂંટી હતી.

જે ઉંમરે બાળકો નકલી બંદૂકો વડે ચોર અને પોલીસની રમત રમે છે, ત્યારે ત્રણ છોકરાઓએ મળીને આખી બેંક લૂંટી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળકોની ઉંમર માત્ર 11-12 અને 16 વર્ષની હતી. અમેરિકાના ટેક્સાસમાં સામે આવેલો આ કિસ્સો ઘણો જ વિચિત્ર છે અને જેણે સાંભળ્યો તે દંગ રહી ગયા. એ પણ રસપ્રદ છે કે બાળકોના આ દુષ્કર્મની જાણ વાલીઓને પોલીસ પોસ્ટર પરથી થઈ હતી.

બાળકોએ આખી બેંક લૂંટી

એક અહેવાલ મુજબ, ટેક્સાસના હ્યુસ્ટનમાં ત્રણ છોકરાઓએ મળીને સ્થાનિક બેંકને લૂંટી. આ બાળકોની ઉંમર 11-12 અને 16 વર્ષની છે. પોલીસનો દાવો છે કે 14 માર્ચે છોકરાઓ ગ્રીનપોઈન્ટ વિસ્તારમાં આવેલી વેલ્સ ફાર્ગો બેંકમાં ગયા હતા અને કેશિયરને ધમકીભરી નોટ આપી હતી. આ પછી, છોકરાઓ બેંકમાંથી પૈસા લઈને પગપાળા ભાગી ગયા. પોલીસે સીસીટીવી ચેક કર્યા તો બેંક લૂંટતા બાળકોને જોઈને તેઓ દંગ રહી ગયા. નિવૃત્ત જુવેનાઈલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ માઈક સ્નેઈડરે જણાવ્યું કે તેણે આ પ્રકારનો કેસ પહેલીવાર જોયો છે. લૂંટ માટે બે બાળકોની ઉંમર અસામાન્ય છે.

હેરિસ કાઉન્ટી શેરિફ કાર્યાલયના જણાવ્યા અનુસાર, નાનકડા બેંક લૂંટારા છોકરાઓએ લૂંટ દરમિયાન કેશિયરને બંદૂક બતાવી ન હતી, પરંતુ તેઓએ કેશિયરને એક ધમકીભરી નોંટ છોડી હતી જેમાં જણાવ્યું હતું કે તેમની પાસે હથિયાર છે. ઘટના બાદ એફબીઆઈએ વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું, જેમાં આ ત્રણ લૂંટારાઓની તસવીરો હતી. ત્રણેય ગુનેગારોના ફોટા જાહેર થયા પછી તરત જ, બે સૌથી નાના છોકરાઓના માતાપિતા આગળ આવ્યા અને તેમને પોલીસને હવાલે કર્યા. ત્રીજો છોકરો લડાઈ દરમિયાન પકડાયો હતો.

આ પણ વાંચો : વિજ્ઞાનીઓએ બનાવી અનોખી દવા, જેના સેવનથી તમારે કસરત કરવાની જરૂર નહીં પડે

Back to top button